• Gujarati News
  • Lifestyle
  • Before Buying A Breast Pump, Know The Advantages And Disadvantages, Does Pumping Spoil The Shape Of The Breast?

કામના સમાચાર:બ્રેસ્ટ પંપ ખરીદતા પહેલાં જાણી લો ફાયદા-નુકસાન, પંપ કરવાથી બ્રેસ્ટનો શેપ બગડે છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માધવીનું બાળક છ મહિનાનું છે, તેણે બે મહિના પછી નોકરી પર પરત ફરવું પડશે. બાળક તો ઘરના બીજા લોકો સંભાળશે, પણ માતાના દૂધનું શું? માતાના દૂધ વિના બાળક કેવી રીતે જીવશે? આ બધા જ સવાલ માધવીને સતાવી રહ્યા છે. ત્યારે તેની ખાસ બહેનપણી મીતાએ આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે.

માધવી : મીતા મને બાળકને છોડીને ઓફિસ જવાનું મન નથી કરી રહ્યું. મીતા : હજુ થોડા દિવસની રજા લઈ લો. માધવી : હું રજા ન લઈ શકું, મારે નોકરી છોડવી પડી શકે છે. મીતા : નોકરીમાંથી થોડો બ્રેક લઇ લે. માધવી : નોકરી પણ છોડી ન શકું, બાળકના ભવિષ્ય માટે મારે અને રવિએ કમાવવું પડશે. પરંતુ... મીતા : પણ શું?

માધવી : મમ્મી-પપ્પા, બહેન, આ લોકો બાળકનું ધ્યાન રાખશે, પણ મારા દૂધ વિના તે કેવી રીતે રહેશે? હજુ સુધી તેને બહારનું અને ગાયનું દૂધ આપવામાં આવ્યું નથી.

માધવી : બ્રેસ્ટ પંપ કેટલા પ્રકારના હોય છે? મીતા : બ્રેસ્ટ પંપ પાંચ પ્રકારના હોય છે.

મેન્યુઅલ બ્રેસ્ટ પંપ
મેન્યુઅલ બ્રેસ્ટ પંપ હાથથી ચલાવવામાં આવે છે. જો કોઈ મહિલા મેન્યુઅલનો ઉપયોગ કરે છે, તો પંપના બટનને આગળ-પાછળ કરીને દૂધ બોટલમાં ટ્રાન્સફર કરવું પડશે.

બેટરી સંચાલિત બ્રેસ્ટ પંપ
બેટરી સંચાલિત બ્રેસ્ટ પંપ માટે હાથનો ઉપયોગ કરવાની જરૂર નથી. દિવસમાં એકવાર દૂધ પંપ કરવા માટે આ એક બેસ્ટ વિકલ્પ છે.

ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપ
ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપની ક્ષમતા અન્ય પંપ કરતાં ઘણી વધારે છે. જો તમારે વારંવાર દૂધ પંપ કરવાની જરૂર હોય, તો તેના માટે ઇલેક્ટ્રિક પંપ સારો વિકલ્પ સાબિત થશે.

બલ્બ સ્ટાઇલ બ્રેસ્ટ પંપ
બલ્બ સ્ટાઇલ બ્રેસ્ટ પંપને સાયકલ હોર્ન પંપ પણ કહેવામાં આવે છે. આ પંપ સાફ રાખવા થોડા મુશ્કેલ છે. ઉપરાંત, આ પંપ બ્રેસ્ટને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ તેનો ઉપયોગ કરવાની સલાહ કરવામાં આવતી નથી.

યુઝડ બ્રેસ્ટ પંપ
યુઝડ બ્રેસ્ટ પંપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે અન્ય મહિલાઓ પણ સાફ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે. આ બ્રેસ્ટ પંપ મોટાભાગે ભાડે આપવામાં આવે છે.

માધવી : બ્રેસ્ટ મિલ્ક પંપથી શું ફાયદો થાય છે? મીતા : હા, આ રહ્યા ફાયદા.

  • બાળકના દૂધ પીવાના સમયને સરળતાથી મેનેજ કરી શકાય છે.
  • નોકરી કરતી મહિલાઓ માટે અનુકૂળ છે.
  • જો દૂધ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થઈ રહ્યું હોય, તો તેને પંપ કરી શકાય છે.
  • જો નવી માતાને કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા હોય તો બાળકને સમયસર દૂધ મળે છે.
  • કેટલીક સ્ત્રીઓના સ્તનોમાંથી દૂધ યોગ્ય રીતે બહાર નીકળી શકતું નથી, જેના કારણે સ્તનોમાં ગઠ્ઠો બની શકે છે, આ સ્થિતિમાં તે ફાયદાકારક છે.

માધવી : શું તેનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન છે?

મીતા :

  • બ્રેસ્ટ મિલ્કને ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વો ઓછા થઇ જાય છે.
  • બ્રેસ્ટ પંપના ઉપયોગથી નિપલ અને સ્તન પેશીઓને નુકસાન થાય છે.
  • બાળકને બ્રેસ્ટ અને બોટલ બંનેથી દૂધ આપવાથી બાળક મૂંઝાઈ શકે છે.
  • કેટલીક સ્ત્રીઓએ બ્રેસ્ટ પંપનો ઉપયોગ કર્યા પછી પીડાની સમસ્યાની પણ જાણ કરી છે.
  • દૂધ બગડવાનું પણ જોખમ છે.

બ્રેસ્ટ ઢીલા થાય છે
ડૉ. વિશાલ મકવાણા- આવું માત્ર પંપને કારણે જ નહીં પણ ગર્ભાવસ્થાને કારણે પણ થાય છે. ગર્ભાવસ્થાના હોર્મોન્સ સ્તનોને ઢીલા કરે છે. એકવાર તમારું બાળક દૂધ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દે, પછી મસાજ તેમને તેમના પાછલા આકારમાં લાવી શકે છે.