તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:પાર્ક કરેલી કારમાં મધમાખીઓએ ગણતરીની મિનિટોમાં પોતાનું ઘર બનાવ્યું, રેસ્ક્યુ માટે ફાયરવિભાગ દોડતું થયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર માલિક શોપિંગ કરી પરત ફર્યો તેટલી જ વારમાં 15 હજાર જેટલી મધમાખીઓએ કાર પર કબજો કર્યો હતો
  • આસપાસના લોકોને તકલીફ ન પડે તે માટે ફાયરમેને મધમાખીઓને શહેરથી દૂર છોડી દીધી

તમે કાર પાર્ક કરી ગ્રોસરી સ્ટોરમાં શોપિંગ માટે ગયા હો અને તમને રિટર્નમાં તમારી કાર મધમાખીઓએ હાઈજેક કરેલી મળે તો! આવી જ વિચિત્ર ઘટના અમેરિકાના ન્યૂ મેક્સિકો શહેરમાં સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે રેસ્ક્યુ માટે ફાયરરફાઈટરને બોલાવવામાં આવ્યો હતો.

કારની પાછળની સીટ પર ઢગલો મધમાખી હોવાથી રેસ્ક્યુ માટે ફાયરટીમને જાણ કરવામાં આવી હતી
કારની પાછળની સીટ પર ઢગલો મધમાખી હોવાથી રેસ્ક્યુ માટે ફાયરટીમને જાણ કરવામાં આવી હતી

જે ગ્રોસરી શોપમાંથી આ કારના માલિકે શોપિંગ કરી હતી તેણે ફાયરટીમને ફોન કર્યો હતો. ફાયર વિભાગમાંથી તે દિવસે ઓફ ડ્યુટી પર હોવા છતાં જોન્સને રેસ્ક્યુ કર્યું હતું. જોન્સન ઓફ ડ્યુટી દરમિયાન મધમાખી પાલનનું કામ કરે છે. તેથી તેને આ કામ સોંપવામાં આવ્યું હતું.

15 હજાર જેટલી મધમાખીઓને ફાયરમેને કારમાંથી દૂર કરી શહેરથી દૂર છોડી મૂકી
15 હજાર જેટલી મધમાખીઓને ફાયરમેને કારમાંથી દૂર કરી શહેરથી દૂર છોડી મૂકી

જોન્સન તેની સાથે લેમનગ્રાસ ઓઈલ, ગ્લવ્ઝ સહિતની તૈયારી સાથે આવ્યો હતો. જોન્સને કારની પાછળની સીટ પરથી આશરે 15 હજાર જેટલી મધમાખીઓને દૂર કરી. એટલું જ નહિ તેને સુરક્ષિત રીતે શહેરની બહાર પણ છોડી મૂકવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વિશે લોકલ ફાયર ડિપાર્ટમેન્ટે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

લોકલ ફાયરવિભાગની સોશિયલ મીડિયા પોસ્ટ
લોકલ ફાયરવિભાગની સોશિયલ મીડિયા પોસ્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો