છેલ્લા કેટલાક સમયથી ગર્ભપાત અધિકારની માગ જોર પકડી રહી હોય ઘણા શહેરમાં રેલી અને પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. ગર્ભપાતનાં સમર્થનમાં હજારો લોકો શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન અને અન્ય શહેરમાં ભેગા થયા હતા. અમેરિકામાં આ મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો હતો કારણકે દર વર્ષે ગર્ભપાતને કારણે ઘણી મહિલાઓએ જીવ ગુમાવવાં પડે છે.
આવો જાણીએ દુનિયાની એ મહિલાઓ વિશે જેમને કાયદો અને ડોક્ટરની લાપરવાહીને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો.
સવિતા હલપ્પનવર, આયર્લેન્ડ
ભારતીય મૂળની સવિતા હલપ્પનવરનું આયર્લેન્ડમાં છ વર્ષ પહેલા મિસકેરેજ થઇ ગયું હતું. સવિતાને કડક કેથોલિક કાયદાના કારણે ઘણીવાર ગર્ભપાતની માગ કરી હતી પરંતુ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ત્યારે તેના પતિએ જણાવ્યું કે સવિતાનો ભ્રૂણ જીવતો હોવાથી ડોકટરોએ ગર્ભપાત કરવાની ના પાડી દીધી હતી.
સવિતાના પતિ પ્રવિણે કહ્યું હતું કે, પહેલા સવિતા માતા બનવાને લઈને ઘણી ઉત્સાહિત હતી. બાદમાં સવિતાને બહુ જ દુખાવો થવા લાગ્યો હતો અને તે ગર્ભપાત માટે કહી રહી હતી. પરંતુ ગોલવેની હોસ્પિટલે ગર્ભપાતની મનાઈ કરી દીધી હતી કે કૈથોલિક દેશમાં ગર્ભપાત કરાવવો જોઈએ નહીં.
પ્રવીણના જણાવ્યા અનુસાર, સવિતાએ ડોક્ટરોને પણ કહ્યું હતું કે, કૈથોલિક નથી પરંતુ તે હિન્દુ છે, તો આ કાયદો કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ બાદ ડોક્ટરોએ માફી માંગતા કહ્યું હતું કે, દુર્ભાગ્ય આ એક કૈથોલિક દેશ છે અને અહીં કાયદા મુજબ અમે જીવિત ભ્રુણનો ગર્ભપાત નહીં કરીએ.
પ્રવીણે વધુમાં કહ્યું હતું કે, 'મને 24 ઓક્ટોબર, 2012ના રોજ બપોરે 12.30 વાગ્યે ફોન આવ્યો કે સવિતાના હૃદયના ધબકારા ઝડપથી વધી રહ્યા છે અને અમે તેને ICUમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યાર બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. હાલત એટલી ખરાબ હતી કે, કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. સવિતાનું મૃત્યુ 28 ઓક્ટોબર એટલે કે રવિવારે થયું હતું.'
ઓલ્ગા રેયેસ, નિકારાગુઆ
22 વર્ષીય ઓલ્ગા રેયેસ 2006માં હોસ્પિટલના વોર્ડમાં કલાકો સુધી પીડા સાથે રાહ જોઈ હતી. તેને પહેલેથી જ હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ પછી તેણીએ એક ખાનગી ક્લિનિકમાંથી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું જ્યાં ખબર પડી કે તેની ફેલોપિયન ટ્યુબ તૂટી ગઈ છે. જેના કારણે તેના 6 મહિનાના પેટમાં ઉછરી રહેલાં બાળકનું મોત થયું હતું.
આ બાદ ડોકટરોએ એબોર્શનની બીકના કારણે ઈલાજમાં મોડુ કર્યું હતું. જયારે ઓલ્ગાની સર્જરી કરવામાં આવી ત્યાં સુધીમાં મોત નીપજી ગયું હતું. નિકારાગુઆમાં તબીબી ગર્ભપાત પર પ્રતિબંધ અંગે તે જ વર્ષે પ્રકાશિત થયેલા અહેવાલમાં, માનવ અધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યું હતું કે, જો સમયસર સારવાર મળી હોત તો મહિલાનો જીવ બચાવી શકાયો હોત.
ઈજાબેલા, પોલેન્ડ
ઇજાબેલાએ તેના મૃત્યુના આગલા દિવસે તેની માતાને હોસ્પિટલમાંથી સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે, બાળકનું વજન 485 ગ્રામ છે. હમણાં માટે, ગર્ભપાત કાયદાને કારણે, મારે પથારીમાં રહેવું પડશે અને તેઓ કંઈ કરી શકશે નહીં.તેઓ બાળકના મૃત્યુની અથવા બીજું કંઈક થવાની જોશે. કારણ કે પોલેન્ડ પણ ગર્ભપાતને મંજૂરી આપતું નથી.
30 વર્ષિય ઈજાબેલાને સિલેસિયાના એક નાના શહેરમાં હેર સલૂન હતું. ઈજાબેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દરરોજ નવી હેરસ્ટાઇલની તસવીરો પોસ્ટ કરતી હતી. ઘણા લોકોએ તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. પરંતુ ડોક્ટરોની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હતું.
જો કે ડોકટરો કાયદેસર રીતે ગર્ભપાત કરાવી શકે છે, તેઓએ મોડું ન થાય ત્યાં સુધી ન કરવાનું પસંદ કર્યું હતું. હોસ્પિટલ સામેના કોર્ટ કેસમાં ઇસાબેલાના પરિવારનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ જોલાન્ટા બુડઝોસ્કા કહે છે કે આ કાયદાએ તેમને આમ કરવાની મંજૂરી આપી હતી.
જો સમયસર આ મહિલાનો ઈલાજ કરવામાં આવે તો જીવ બચી શક્યો હોત. જે હોસ્પિટલમાં ઈજાબેલાનું મોત નીપજ્યું હતું ત્યાં રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ સ્વાસ્થય સેવા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રોકાણ દરમિયાન ઇસાબેલાના મોત માટે જવાબદાર ડૉક્ટર સામે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. હોસ્પિટલના ડિરેક્ટરે માર્ચમાં રાજીનામું આપી દીધું હતું.
'મૈનુએલા', અલ સલ્વાડોર
અલ સલ્વાડોર ની 2 બાળકોની માતા મૈનુએલાએ કહ્યું હતું કે, બે બાળકોની માતા મેન્યુએલાએ 2008માં ગર્ભવતી વખતે હતી તે દરમિયાન બીમાર પડી ગઈ હોય હોસ્પિટલમાં ગઈ હતી કમનસીબે મિસકેરેજ થઇ ગયું હતું. પરંતુ ડોકટરોએ તેણીની સારવાર કરવાને બદલે તેણીને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને બોલાવી અને પોલીસે તેની પૂછપરછ કરી હતી.
33 વર્ષીય મૈનુએલાનું આખું નામ ક્યારેય જાહેર કરવામાં આવ્યું ન હતું. તેના પર અલ સાલ્વાડોરના કડક ગર્ભપાત વિરોધી કાયદા હેઠળ ગંભીર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બે વર્ષ પછી કેન્સરથી તેમનું નિધન થયું હતું.
મિલ્ડ્રેડ, કેન્યા
મિલ્ડ્રેડ કેન્યાના નાકુરુ શહેરની માયાની એસ્ટેટની 15 વર્ષની છોકરી હતી. ગત ઉનાળામાં પેટમાં તીવ્ર દુખાવા અને ઉલ્ટીને કારણે તેને નાકુરુ લેવલ 5 હોસ્પિટલમાં દાખલ કરવામાંઆંબી હતી. દુખાવાને કારણે આ છોકરીનું મોટા નીપજ્યું હતું. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયામાં તેણીએ તેનો ગર્ભપાત કરાવવા માટે જડીબુટ્ટીઓ અને મીઠાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ આમ કરવામાં સફળ ન થયા અને મૃત્યુ પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.