• Gujarati News
  • Lifestyle
  • Became A Man From A Woman First, Now Became A Woman Again After Undergoing Surgery And Treatment

અમેરિકા:પહેલા મહિલામાંથી પુરુષ બની, હવે સર્જરી અને ટ્રીટમેન્ટ કરાવીને ફરીથી મહિલા બની

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની મિશિગન સિટીમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં 27 વર્ષની આલિયાને લાગ્યું કે તે એક પુરુષ છે જ્યારે તેનો જન્મ એક મહિલાના સ્વરૂપમાં થયો છે. તે પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને પુરુષ બનવા માગતી હતી. જ્યારે તેણે આ વિશેની જાણકારી તેના પરિવારના લોકોને આપી તો લોકો ઘણા ગુસ્સે થયા, પરંતુ ઘરના લોકોએ પાછળથી તેનો સાથ આપ્યો.

માસ્ટક્ટોમી પછી આલિયા.
માસ્ટક્ટોમી પછી આલિયા.

ઘણી સર્જરી પછી રૂપ બદલ્યું
આલિયાને 18 વર્ષની ઉંમરમાં અનુભૂતિ થઈ કે તે એક ટ્રાન્સજેન્ડર છે. તેના પછી તેને પોતાની મેલ સરનેમ રાખી અને પુરુષોની જેમ ડ્રેસ પહેરવા લાગી. આલિયાએ પોતાનું નામ બદલીને ઈસ્સા રાખી લીધું. 20 વર્ષની ઉંમરમાં તેણે એક ડૉક્ટરને કન્સલ્ટ કર્યો. જેમણે તેણે જણાવ્યું કે તેણે ટેસ્ટોસ્ટેરોન વધારવા માટે પુરુષ હોર્મોન લેવા પડશે અને ડબલ માસ્ટક્ટોમીમાંથી પણ પસાર થવું પડશે.

2015માં કાયદાકીય રીતે નામ બદલ્યું
આલિયાએ જણાવ્યું કે, ઓગસ્ટ 2015માં કાયદાકીય રીતે મેં મારું નામ બદલી દીધું અને પછી 2016માં ડબલ માસ્ટક્ટોમી કરાવી, પરંતુ થોડા વર્ષો પછી અહેસાસ થયો કે તે ડી-ટ્રાન્જિશન કરાવવા માગે છે અને ફેબ્રુઆરી 2021માં પુરુષ હોર્મોન લેવાનું બંધ કરી દીધું અને ફરીથી આલિયા નામથી પોતાની જીંદગી જીવી રહી છે.

માસ્ટક્ટોમી પહેલા આલિયાની તસવીર.
માસ્ટક્ટોમી પહેલા આલિયાની તસવીર.

નવા રૂપથી ઘરના લોકો નારાજ હતા
આલિયાએ જણાવ્યું કે, જ્યારે મેં મારું જેન્ડર બદલ્યું તો મારા પરિવારની સાથે સરળ નહોતું. મારા દાદા-દાદીએ મને મારા નવા રૂપમાં સ્વીકારી હતી, પરંતુ જેમ જેમ મારું રંગ રૂપ બદલાતું ગયું, મારા ઘરના લોકો પણ મને સમજવા લાગ્યા. હવે મને સર્જરી અથવા હોર્મોન લેવા મારા નિર્ણય પર બિલકુલ પસ્તાવો નથી.

માસ્ટક્ટોમી પછી આલિયા પુરુષ બની.
માસ્ટક્ટોમી પછી આલિયા પુરુષ બની.

દુનિયા શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો
મેં મારા શરીરમાં થતા ફેરફારો માટે ઘણી સારવાર અને સર્જરી કરાવી છે. ઘણી વખત લેસર હેર રિમૂવલ પણ કરાવ્યું હતું. અત્યારે હું આ રૂપમાં રહેવા માગુ છું, પરંતુ ભવિષ્યમાં મારો ઈરાદો બદલાઈ શકે છે. આલિયાએ જણાવ્યું કે, જ્યારથી તેણે પોતાના હોર્મોન લેવાનું બંધ કરી દીધું છે, તેના ટેસ્ટોસ્ટેરોનમાં ઘણો ઘટાડો આવ્યો છે, પરંતુ તેનું એસ્ટ્રોજન લેવલ યથાવત છે. ઘણા લોકોએ મારા આ સ્વરૂપ વિશે સવાલ પણ ઉઠાવ્યા, પરંતુ મને હવે કોઈનાથી કોઈ ફરક નથી પડતો. હું મારા રૂપમાં ખુશ છું.

ટીનેજમાં છોકરાઓને ડેટ કરતી હતી
આલિયાએ જણાવ્યું કે, જ્યારે તે નાની હતી ત્યારે હું છોકરી જેવી હતી, પરંતુ જેમ જેમ હું મોટી થઈ મારી પસંદ બદલાવા લાગી. 12 વર્ષની ઉંમર સુધી ટોમ બોયના રૂપમાં રહી. ટીનેજર દરમિયાન હું યુવાન મહિલાઓ જેવી હરકત કરતી હતી. જેમ કે છોકરાઓને ડેટ કરવા, છોકરીઓની જેમ મેકઅપ કરવો. 19 વર્ષની ઉંમરમાં મને અહેસાસ થયો કે હું એક ખોટા શરીરમાં છું. તેના પછી મેં મારા પરિવારના લોકોને જણાવ્યું કે હું એક ટ્રાન્સજેન્ડના સ્વરૂપમાં રહેવા માગુ છું. તેના પછી મેં મારું નામ ઈસ્સા ઈસ્માઈલ કરી દીધું.