• Gujarati News
  • Lifestyle
  • Beautician Shahnaz Hussain Is Telling About The Benefits Of Aloe Vera For Skin And Hair, It Helps To Protect Against Wrinkles, It Removes Dryness Of Hair.

એક્સપર્ટ ટિપ્સ:ફેમસ બ્યુટીશિયન શહૈનાઝ હુસૈન પાસેથી જાણો સ્કિન અને વાળ માટે એલોવેરાના ફાયદા, તેના ઉપયોગથી રિંકલ્સ અને ડ્રાયનેસ દૂર થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલોવેરામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તે નવાં સેલ્સ બનાવવામાં મદદ કરે છે
  • તે ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે અને સનબર્નમાં ઠંડક આપે છે

બ્યુટી કેર માટે આજકાલ ઘણા છોડનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. તેમાંથી એક એલોવેરા છે. તેને બગીચામાં અને ઘરના કૂંડાંમાં સરળતાથી ઉગાડી શકાય છે. એલોવેરા આયુર્વેદ અને હર્બલ સારવારની પ્રાચીન પ્રણાલીનો ભાગ છે. તેમાં ઝિંક હોય છે જે ઈજા અને બળતરાંમાં પ્રભાવકારી હોય છે. તેમાં ભેજ શોષવાની ક્ષમતા હોય છે. આ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે મોઈશ્ચર લોક કરે છે. આ ડેડ સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે જે સ્કિન સોફ્ટ અને ચમકદાર બનાવે છે. આ ત્વચાનું મોઈશ્ચર લોક કરે છે. તેને લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે અને રિંકલ્સ નથી થતા.

એલોવેરામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, આ નવાં સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જો ઘરમાં એલોવેરાનો છોડ હોય છે તો તેના પલ્પને ડારેક્ટ ચહેરા પર લગાવવામાં આવે છે. એલોવેરા જેલ ચહેરા પર લગાવો તેને 20 મિનિટ બાદ ધોઈ દો. આમ કરવાથી ત્વચામાં મોઈશ્ચર લોક રહે છે. નિયમિત રીતે તેના પ્રયોગથી તે ત્વચાને યુવા બનાવી રાખે છે. શિયાળામાં તે ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે. તે સનબર્ન થયેલી ત્વચા પર ઠંડક આપે છે.

એલોવેરાને ફેસ માસ્કમાં પણ ઉમેરી શકાય છે. 2 ચમચી ઓટ્સ અથવા મુલતાની માટી, 1 ચમચી દહીં અને 1 ચમચી એલોવેરા જેલ લો. તેને મિક્સ કરી ત્વચા પર લગાવી દો. 30 મિનિટ બાદ વૉશ કરી દો. એલોવેરા વાળ મુલાયમ રાખવાનું પણ કામ કરે છે. તેને વાળ પર 20 મિનિટ લગાવ્યા બાદ ધોઈ દો. તેને હેર પેકમાં પણ મિક્સ કરી શકાય છે.

ક્લીન્ઝિંગ પેક માટે બેસન, દહીં અને 1 મોટી ચમચી એલોવેરા જેલ લો. તેની પેસ્ટ બનાવી વાળ પર લગાવો. ડ્રાય હેર માટે એક ઈંડું, 1 મોટી ચમચી કસ્ટર ઓઈલ, 1 લીંબુંનો રસ, 1 મોટી ચમચી એલોવેરા જેલ મિક્સ કરી વાળ પર લગાવો તેને 30 મિનિટ બાદ પાણીથી ધોઈ દો.

અન્ય સમાચારો પણ છે...