એક્સપર્ટ પાસેથી જાણો બ્યુટી ટિપ્સ:બ્યુટિશિયન શહેનાઝ હુસૈન મોનસૂન માટે 5 બેસ્ટ ફેસ પેક જણાવી રહ્યા છે, મુલ્તાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લો કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્વચાની સંભાળ રાખવામાં ફેસ પેક અથવા માસ્ક મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, કેમ કે તે ઘણી રીતે અસરકારક હોય છે. તે ડેડ સ્કિન સેલ્સને મુલાયમ બનાવે છે અને તેને દૂર પણ કરે છે. ત્વચા પર કાકડી અને પપૈયું લગાવવાથી ત્વચા ન માત્ર મુલાયમ થાય છે, પરંતુ સ્કિનમાંથી ઓઈલનું સીક્રિશન પણ ઓછું થાય છે. મોનસૂન માટે શહેનાઝ હુસૈન દ્વારા જણાવવામાં આવેલા કેટલાક ફેસ પેક તમારા કામમાં આવશેઃ

1. મુલ્તાની માટી ઠંડી હોય છે અને સ્કિનમાંથી ઓઈલ ઓછું કરે છે. તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવી દો. થોડીવાર બાદ પાણીથી ચહેરો ધોઈ લો.

2. કાકડીના રસમાં બે ચમચી મિલ્ક પાઉડર અને એક ઈંડાની સફેદી મિક્સ કરો. તેની પેસ્ટ બનાવી લો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક બાદ પાણીથી ચહેરો ધોઈ લો. ઈંડાની સફેદી અને કાકડીથી ત્વચા ચમકદાર દેખાશે.

3. સ્કિનની શાઈનિંગ વધારવા માટે એક ચમચી સમારેલું સફરજન, પપૈયાનો પલ્પ, અને મેશ કરેલું કેળું મિક્સ કરી લો. મિશ્રણને ઘટ્ટ બનાવવા માટે તેમાં ઓટ્સ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. બાદમાં સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી સ્કિન સાફ થાય છે અને ટેનિંગ પણ દૂર થાય છે.

4. એક નાની ચમચી મધ લઈને તેમાં 15 ટીપાં ઓરેન્જ જ્યુસના નાખો. તેમાં એક નાની ચમચી ઓટ્સ અને ગુલાબજળ મિક્સ કરો. તેને સારી મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. તેને લગાવવાથી ચહેરા પરથી ઓઈલ ઓછું થાય છે. તે ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.

5. સ્કિન લાઈટનિંગ અને ક્લિઝિંગ માસ્ક માટે એક ચમચી દહીં, એક ચમચી મધ, 3 ચમચી ઓટમીલ અને એક ચમચી લીંબુના રસમાં કાકડી અને પપૈયાનો પલ્પ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ધોઈ લો.