• Gujarati News
  • Lifestyle
  • Be Careful! In The Rainy Season, Snakes Are Coming Out Of Their Uniforms Somewhere In The House

વાઈરલ વીડિયો:રહેજો સાવચેત! વરસાદની સિઝનમાં ક્યાંક ઘરમાં તો ક્યાંક યુનિફોર્મમાંથી નીકળી રહ્યાં છે સાપ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદની મોસમમાં સાપ અને વીંછી જેવા જંતુઓ જોવા મળે છે, તેથી આ સિઝનમાં તેમની સાથે સાવચેત રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા એક ઘરમાં તેના શૂઝમાંથી કોબ્રાને બચાવતી જોવા મળી રહી છે. આ વાઈરલ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.

સાપ શૂઝમાં સંતાઈને બેઠો હતો
આ વીડિયોમાં એક મહિલા શૂ રેકમાં રાખવામાં આવેલાં શૂઝમાં એક દંડો નાખીને સાપને દૂર કરતી જોવા મળે છે. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે ‘આ ઋતુમાં શૂઝને ખંખેર્યા વગર ક્યારેય પણ ન પહેરો.’ મહિલાએ શૂઝની અંદર દંડો જેવો નાખ્યો કે તરત જ કોબ્રા સાપે પોતાની ફેણ બહાર કાઢી અને મહિલા સામે ફુંકાર મારી.

સાપ ગમે ત્યાંથી નીકળી આવે છે બહાર
IFS ઓફિસરે લખ્યું- ‘ચોમાસામાં આવી ઘટનાઓ સામાન્ય છે. સાવચેત રહો. આવાં સમયે પ્રશિક્ષિત કર્મચારીઓની મદદ લો. કોબ્રાને રેસ્ક્યુ કરતો બતાવતાં આ વીડિયો સમાપ્ત થયો. આ વીડિયો ગઈકાલે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 1.5 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને હજુ પણ આ આંકડો વધી રહ્યો છે.’

કોબ્રા યુનિફોર્મમાં છુપાયેલો હતો
બૂટમાંથી સાપ નીકળવાનો આ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલાં બિહારનાં સારણમાં પહલેજા પોલીસ સ્ટેશનની બિલ્ડીંગમાં લટકતાં મહિલા પોલીસકર્મીનાં યુનિફોર્મમાં સાપ ઘુસી ગયો હતો. જ્યારે પોલીસકર્મી પોતાનો યુનિફોર્મ પહેરવા આવી ત્યારે અચાનક સાપ બહાર નીકળ્યો અને પોતાનો ફેણ ચડાવીને આક્રમક મુદ્રામાં આવી ગયો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

વિશેષ સલાહ
વરસાદની ઋતુમાં સાપનું પ્રમાણ વધી જાય છે. જે વિસ્તારોમાં ઘરોની આસપાસ જંગલો હોય છે ત્યાં આવા જંતુઓ જોવા મળે છે. સાપ કે અન્ય કોઈ જીવજંતુ તમને નુકસાન પહોંચાડે તેનાં કરતાં કપડાં કે ચંપલ ધોઈને પહેરવાં વધુ સારું છે.