• Gujarati News
  • Lifestyle
  • Be Careful If You Plan To Get Married On Valentines Day, Your Chances Of Getting Divorced Are 37% Higher

વેલેન્ટાઈન્સ ડે સ્પેશિયલ:આ દિવસે લગ્ન કરવાનો વિચાર હો તો સાવધાન, તમારા ડિવોર્સ થવાની સંભાવના 37% વધારે

6 મહિનો પહેલાલેખક: નિશા સિન્હા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, સ્પેશિયલ ડેટ પર થયેલા લગ્ન તૂટી જવાની સંભાવના 26% વધારે

ઘણા લવ બર્ડ્સ વેલેન્ટાઈન્સ ડે પર લગ્ન કરવાનો વિચાર ધરાવતા હોય છે. દેશ-વિદેશમાં તેનાં ઘણા ઉદાહરણ પણ છે, પરંતુ લગ્ન દિલના કનેક્શનથી જળવાઈ રહે છે તારીખોના તાલમેલથી નહિ. આવા સ્પેશિયલ દિવસે થયેલા લગ્ન તૂટી જવાની સંભાવના વધારે રહે છે.

વેલેન્ટાઈન્સ ડેના દિવસે થયેલા લગ્ન તૂટ્યા

એક્ટર સંજય દત્તે બીજા લગ્ન મોડેલ રિયા પિલ્લે સાથે કર્યા. 1998માં 14 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કર્યા જોકે કેટલાક વર્ષો પછી બંને અલગ થઈ ગયા. ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે રિયા લિવ ઈનમાં રહેવા લાગી. સંજય અને રિયાએ ઓફિશિયલી 2008માં ડિવોર્સની જાહેરાત કરી.

આ તારીખમાં તલાકનું દુ:ખ
મેલબર્ન ઈન્સ્ટિટ્યુટ ઓફ અપ્લાય્ડ ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે, રોમાન્ટિક અને સ્પેશિયલ તારીખો પર થતાં લગ્નમાં ડિવોર્સ થવાની આશંકા વધારો હોય છે. 7/7/77, 21/1/2021 જેવી સ્પેશિયલ તારીખ તેમાં સામેલ છે.

આ સાથે વેલેન્ટાઈન્સ ડે પર થતા લગ્નમાં પણ ડિવોર્સની આશંકા 37% વધારે રહે છે. સ્પેશિયલ ડેટ પર થતા લગ્ન તૂટી જવાની સંભાવના 26% વધારે હોય છે.

એમ્બ્રેસ ઈમ્પર્ફેક્શનના ફાઉન્ડર અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ દિવ્યા મહેન્દ્રુના જણાવ્યા પ્રમાણે, 'સ્પેશિયલ ડેટ્સ જેમ કે 11/1/11 અથવા 9/9/99 અથવા વેલેન્ટાઈન્સ ડે જેવી સ્પેશિયલ તારીખ પર લગ્ન કરવાવાળા લોકોમાં પરસ્પર બોન્ડ હોતો નથી. સ્ટડી પ્રમાણે, તેમના વિચારો પરસ્પર મેળ ખાતા નથી.'

વેલેન્ટાઈન્સ ડે મોટું માર્કેટ
આ દિવસે પ્રેમ કરનારા લોકો એકબીજાને પ્રપોઝ કરે કે લગ્ન કરે તેમાં માર્કેટને ઘણો ફાયદો થાય છે. નેશનલ રિટેલ ફેડરેશનના સર્વેમાં જોવા મળ્યું કે, વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2022માં વેલેન્ટાઈન્સ ડે પર અમેરિકન્સ 2 બિલિયન ડોલર (આશરે1506 કરોડ રૂપિયા)નો ખર્ચો કરશે. સર્વેમાં સામેલ 22% લોકો જ્વેલરી શૉપિંગ કરવા માગે છે.

ચોલકેટ કેન્ડી પર ધૂમ પૈસા ખર્યા છે

આ દિવસે કપલ્સ ચોકલેટ, ગ્રીટિંગ કાર્ડ્સ, ફૂલની ખરીદી કરે છે. સૌથી વધારે 56% ચોકલેટની ખરીદી થાય છે. આ વર્ષે કોરોનાના નિયમોમાં થોડી રાહત મળતાં ગયા વર્ષની સરખામણીએ 7% વધારે લોકો વેલેન્ટાઈન્સની સાંજે પાર્ટનર સાથે પ્લાન બનાવશે.

વેલેન્ટાઈન્સ ડેના લગ્ન જે હજુ ટકેલા છે

ટીવી એક્ટર રામ કપૂર-ગૌતમી કપૂર, અરશદ વારસી-મારિયા, રુસલાન મુમતાઝ-નિરાલી મહેતાએ વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા. આ તમામ કપલ્સ આજે પણ એકમેકના જ છે. સંબંધ મજબૂત અને ટકાવી રાખવા માટે કપલ્સ માટે વેલેન્ટાઈન્સ દિવસ ખાસ ગણાય છે. કપલ્સે ધૂમધામથી વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...