હેલ્થ કેર:તમે પણ રાંધેલો ખોરાક ફ્રીજમાં રાખતા હો તો ચેતી જજો, નહીં તો તમે પણ બીમારીઓની ઝપેટમાં આવી જશો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમજોર ડાયઝેશન, લૉ ઈમ્યુનિટી, ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી ફરિયાદો વારંવાર થાય છે

ઘરે ફ્રીજ હોવાથી એ સુવિધા મળે છે કે રાંધેલા ખોરાકને થોડા કલાકો સુધી સ્ટોર કરી શકાય છે. ઠંડીના કારણે ખાવાનું ખરાબ નથી થતું અને ભૂખ લાગે ત્યારે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. પરંતુ ફ્રીજમાં ખાવાનું રાખવાની આ આદત સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હોય શકે છે, એ વાત પર ક્યારેય ચર્ચા નથી થતી. આ ખાવાનું સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે તે શ્રી વૈદ્ય આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. આકાંક્ષા અરોરા જણાવી રહ્યા છે.

ફ્રીજમાં ખાવાનું રાખવાની આદત કેટલી ખરાબ?
આપણે બચેલો ખોરાક ફ્રીજમાં રાખીએ છીએ જેથી ખોરાક બગડે નહીં. ફ્રીજમાં રાખેલો ખોરાક રૂમ ટેમ્પરેચરની તુલનામાં ઠંડો રહે છે, તેથી તે જલ્દી ખરાબ નથી થતો. ફ્રીજમાં રાખવામાં આવેલા ખોરાકનો સ્વાદ પણ જળવાઈ રહે છે. ઠંડા ખોરાક પર બેક્ટેરિયાની અસર ધીમી હોય છે, પરંતુ આ ખાવાનું સંપૂર્ણ રીતે બેક્ટેરિયાથી મુક્ત નથી હોતું. તેથી રાંધેલા ખોરાકને વધારે સમય સુધી સ્ટોર કરવાની જગ્યાએ તાજો ખારોકા ખાઈ લેવો સ્વાસ્થ્ય માટે સારો છે.

તે ઉપરાંત કાચા શાકભાજી અને રાંધેલા ખોરાકને ફ્રીજમાં અલગ અલગ રાખવા પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું. આ વિશે ડૉક્ટર જણાવે છે કે રાંધેલા ખોરાકમાં બેક્ટેરિયા ઓછા હોય છે, જ્યારે કાચા શાકભાજી અને ફળોમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં બંનેને એક સાથે રાખવાથી શાકભાજીના બેક્ટેરિયા ઝડપથી ખાવામાં ફેલાય છે અને તેને ખાવાથી પેટમાં દુખાવો, ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોની આદત હોય છે કે ફ્રીજમાંથી ખાવાનું કાઢ્યા પછી ગરમ કર્યા વગર ખઈ જાય છે. તેનાથી ખાવામાં રહેલા બેક્ટેરિયા નષ્ટ નથી થતા. તેથી ખાવાનું ખાતા પહેલા તેને 165 ડિગ્રી ફેરનહીટ સુધી ગરમ કરવું જરૂરી છે.

શા માટે ઠંડો ખોરાક હાનિકારક છે?

  • કેટલાક બેક્ટેરિયા ઓછા તાપમાનમાં પણ વધે છે. લિસ્ટેરિયા મોનોસાયટોજેન્સ તેમાંથી જ એક છે.
  • ફ્રીજમાં રાખવામાં આવેલો ખોરાક ભૂખ તો સંતોષે છે, પરંતુ તે ખાવાથી મળતી તૃપ્તિને ઘટાડે છે.
  • ઠંડું ખાવાનું પચવામાં વધારે એનર્જી લે છે, જેના કારણે તેને પચવામાં સમય લાગે છે.
  • આયુર્વેદના હિસાબથી તાજા અને ગરમ ખોરાકમાં વધારે ગુણો અને પોષક તત્ત્વ હોય છે.

ફ્રીજમાં રાખેલું ઠંડું ખાવાનું કઈ બીમારીઓનું કારણ બને છે?
કમજોર ડાયઝેશન, લૉ ઈમ્યુનિટી, ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી ફરિયાદો વારંવાર થાય છે. ક્યારેક ફ્રિજમાં રાખવાથી ખોરાક બગડી જાય છે. તેનાથી બચવા માટે ગરમ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.