• Home
  • Lifestyle
  • Health
  • Be attentive if you are experiencing constant fatigue, you can become a victim of chronic fatigue syndrome

સલાહ / સતત થાક અનુભવાતો હોય તો સચેત થઈ જાઓ, ક્રોનિક ફટીગ સિન્ડ્રોમનો શિકાર બની શકો છો

divyabhaskar.com

May 15, 2019, 12:43 PM IST
Be attentive if you are experiencing constant fatigue, you can become a victim of chronic fatigue syndrome

હેલ્થ ડેસ્કઃ દરરોજ શરીરમાં દુખાવો થાય છે, અંગો જકડાઈ ગયા હોય એવું અનુભવાય છે, હંમેશાં પડતાં નાખવાનું મન થાય છે અને આખો દિવસ થાકેલા હોવાનું અનુભવાય છે. આજકાલ, આ સમસ્યાઓ દરેક વ્યક્તિના મોઢે સાંભળવા મળે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સચેત થઈ જાઓ. દિવસભર થાક અનુભવાય તો તે આળસનું લક્ષણ નહીં પણ એક ગંભીર બીમારીનું લક્ષણ છે.


આ એક ગંભીર માનસિક સમસ્યા છે, જેમાં વ્યક્તિને દિવસભર થાક લાગતો હોવાનો અનુભવ થાય છે. આરામ કર્યા પછી પણ તેનો થાક ઓછો નથી થતો. આ રોગના કારણે ક્યારેક વ્યક્તિ રોજિંદા કામો યોગ્ય રીતે પૂરાં કરવામાં પણ અસમર્થ થઈ જાય છે. આ રોગને ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ કહેવાય છે.


ક્રોનિક ફટીગ સિન્ડ્રોમની સારવાર સરળ નથી. આનું મુખ્ય કારણ એ છે કે આ રોગના કોઈ ખાસ અને વિવિધ લક્ષણો નથી હોતા. આ રોગ ઓળખવા માટે કોઈ પ્રકારની તપાસની ઉપલબ્ધતા નથી. દરેક વ્યક્તિ આ રોગનાં વિવિધ લક્ષણો ધરાવતી હોવાના કારણે સારવારમાં સમસ્યા આવે છે.


આ રોગના બહુ બધાં લક્ષણો અન્ય રોગોની જેમ જ હોય છે. જોઇન્ટ પેઇન, ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા, સતત માથામાં દુખાવો, ગભરાહટ, ડિપ્રેશન, ઊંઘ ન આવવી, તણાવ અને સહનશક્તિમાં ઊણપ વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.


અનેક સંશોધનો થયેલા હોવા છતાં હજી સુધી આ રોગના સાચા કારણો જાણી નથી શકાયાં. જોકે, આ રોગના કેટલાક સંભવિત લક્ષણો જેવા કે ઈન્ફેક્શન, લો બ્લડ પ્રેશર, પોષણમાં ઘટાડો અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરે છે. પરંતુ આ રોગ માટે કોઈ ખાસ સારવાર ઉપલબ્ધ નથી. જોકે, ડોકટરોની મદદથી આ રોગમાંથી ઉદભવતી સમસ્યાઓ જેમ કે ઊંઘ આવવામાં સમસ્યા, ડિપ્રેશન, દુખાવો અને ચિંતાનો દવાઓની મદદથી ઉપચાર કરી શકાય છે.

X
Be attentive if you are experiencing constant fatigue, you can become a victim of chronic fatigue syndrome
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી