તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Barbie Made From 90% Ocean Plastic Waste, A Dollop Of Rs 1,300; The Company's Claim Will Be 100% Eco Friendly By 2030

ગ્રીન વર્લ્ડ માટે બાર્બીની પહેલ:90% સમુદ્રના પ્લાસ્ટિક કચરામાંથી તૈયાર થયેલી બાર્બીની કિંમત ₹1300, કંપનીનો દાવો વર્ષ 2030 સુધી 100% રિસાયકલ પ્લાસ્ટિકથી તૈયાર થશે

7 દિવસ પહેલા
  • બાર્બીના પેકિંગમાં પણ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે
  • નવાં કલેક્શનમાં બાર્બીનું માથું અને વાળ વર્જિન પ્લાસ્ટિકથી તૈયાર થયાં

સમુદ્રમાંથી પ્લાસ્ટિક કચરો ઓછો કરવાની પહેલમાં બાર્બી ડોલ મેકર મેટલ આગળ આવી છે. તે સંદર્ભે કંપનીએ તેનું નવું કલેક્શન રજૂ કર્યું છે. નવાં કલેક્શનમાં 3 નવી બાર્બી ડોલ છે. તેને સમુદ્રમાંથી એકઠા કરવામાં આવેલા પ્લાસ્ટિકના કચરામાથી બનાવવામાં આવી છે.

આ નવી બાર્બી ડોલને 90% રિસાયકલ સી વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. મેટલનું કહેવું છે કે, તે 2030 સુધી 100% રિસાયકલ સી વેસ્ટમાંથી બાર્બી તૈયાર કરશે. આટલું જ નહિ બાર્બીના પેકિંગમાં પણ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે.

માથું અને વાળ જ વર્જિન પ્લાસ્ટિકથી તૈયાર કરવામાં આવ્યું
કંપનીના જણાવ્યા પ્રમાણે, બાર્બી ડોલમાં 90% સમુદ્રના પ્લાસ્ટિક વેસ્ટ અને 10% વર્જિન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્જિન પ્લાસ્ટિકનો ઉપયોગ બાર્બીના માથા અને વાળમાં જ કરવામાં આવ્યો છે, જેથી તેનો લુક પહેલાં જેવો જ લાગે. આ નવું કલેક્શન માર્કેટમાં સપ્ટેમ્બર મહિનાથી અવેલેબલ હશે. એક બાર્બી ડોલની કિંમત 1300 રૂપિયા છે.

'ઓશિયન બીચ' બાર્બીની થીમ
બાર્બીનાં નવાં કલેક્શનનું નામ 'બાર્બી લવ્સ ધ ઓશિયન' છે. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ લીસા મેકનાઈટનું કહેવું છે કે, છેલ્લા 62 વર્ષમાં ઘણા ફેરફાર થયા છે. આવનારા દિવસોમાં પણ આવી પહેલ કરવામાં આવશે, જેનાથી બાળકોમાં સારો સંદેશ પહોંચે. લીસા જણાવે છે કે, અમે મોટા પાયે ફેરફારનો ભાગ બનવા માગીએ છીએ, તેથી બાળકોની દુનિયા એવી હોય જેવી તે જોવા માગે છે.

રિસાયકલ રમકડાં
મેટલ કંપનીએ ટોય રિટર્ન પ્રોગ્રામ શરૂ કર્યો છે. પ્રોગ્રામ પ્રમાણે, જૂનાં રમકડાંને રિસાયકલ કરી નવાં રમકડાં તૈયાર કરવામાં આવશે. આમ કરવાથી પ્લાસ્ટિક વેસ્ટ પણ ઓછો થશે.