તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયા પર વાઇરલ:જાતિવાદ અને રંગભેદ વિરુદ્ધ બાર્બી ડોલ, જણાવ્યું કે શ્યામ હોવા પર લોકો આ રીતે રિએક્ટ કરે છે

10 મહિનો પહેલા
  • આ એનિમેટેડ વિડિયો જાતિવાદ ભેદભાવ વિરુદ્ધ છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે
  • ઘણા લોકો મેટલ કંપનીની બાર્બીના માધ્યમથી બ્લેક લાઇફ મેટર્સ પર સપોર્ટથી પ્રભાવિત થયા છે

દુનિયાભરમાં આમ તો રંગભેદ વિરુદ્ધ અવાજો ઊઠતી રહ્યા છે, પરંતુ આ વખતે વિશ્વભરમાં પોપ્યુલર બાર્બી ડોલે આ વિરોધના સૂરમાં સૂર પુરાવ્યો છે. બાર્બી મેકર મેટલે જણાવ્યું કે બાર્બી ડ્રીમ ગેપ પ્રોજેક્ટ હેઠળ જેન્ડર ઈક્વાલિટી અને જાતિવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ વિડિયો તેનું ઉદાહરણ છે.

આ એપિસોડનો હેતુ બાળકોને એ સમજાવાનો છે કે જાતિવાદ વિરુદ્ધ કેવી મોટી જંગ ચાલી રહી છે. આઈકોનિક પ્લાસ્ટિક મેટલ ડોલ બાર્બી જેની યુરોપિયન બ્યૂટી સ્ટાન્ડર્ડને નોમ્રલાઈઝ કરવા માટે આલોચના થતી રહી છે, હવે તેણે રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ પ્લાસ્ટિક મેટલ ડોલે સોશિયલ મીડિયા પર ગંભીર અસર છોડી છે.

તેણે તેની ફ્રેન્ડ નિક્કી જે એક બ્લેક ડોલ છે, તેનાથી બાર્બી બ્લોગ એપિસોડમાં ચર્ચા કરી. આ એનિમેટેડ વીડિયો જાતિવાદ ભેદભાવ વિરુદ્ધ છે. તેને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં નિક્કી કહે છે- મારે દર વખતે રંગભેદનો સામનો કરવો પડે છે. નિક્કી અને બાર્બીમાં એક સ્ટિકર વેચવાનો કોન્ટ્રાક્ટ શરૂ થયો, જેના માટે બંને ગત મહિને બીચ પર પહોંચ્યા હતા.

જ્યારે નિક્કી બીચ પર પહોંચે છે તો સિક્યોરિટીએ તેને બ્લેક ગર્લ હોવા પર 3 વાર રોકી. સિક્યોરિટીને લાગ્યું તે કશું ખોટું કરી શકે છે. નિક્કી પોતાની જાતને કેવી રીતે સાબિત કરે તે તે કશું ખોટું નથી કરી રહી? તે ઓફિસરે બાર્બીને સપોર્ટ આપ્યો, પરંતુ નિક્કી પર ભરોસો ન કર્યો. આવા પીપલ ઓફ કલર અનુભવોનો સામનો એવા તમામ લોકોએ કરવો પડે છે જેઓ શ્વેત નથી.

આ વીડિયોને અનેક મીલિયન વ્યૂઝ મળ્યા છે, જેમાં નિક્કીની વાતો બાર્બી શાંતિથી સાંભળી રહી છે. તે જાણે છે કે તેને શ્વેત હોવાનું ક્રેડિટ મળે છે. તેને વિશેષ અધિકાર મળે છે. હવે લોકો એ વાત કરી રહ્યા છે કે બાર્બી માત્ર નાના બાળકો માટે મેકઅપ અને બ્યૂટીનું પ્રતીક નથી બલકે અવેરનેસ ફેલાવામાં પણ તે કામ લાગી શકે છે. ઘણા લોકો મેટલ કંપનીની બાર્બીનાં માધ્યમથી બ્લેક લાઈફ મેટર પર સપોર્ટથી પ્રભાવિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...