તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:બેલે ડાન્સર બ્યુનો વિક્ટોરિયા બંને હાથનું કામ પગથી કરે છે, તેને ક્યારેય હાથની જરૂરિયાત મહેસૂસ નહોતી થતી

13 દિવસ પહેલા

બ્રાઝિલના નાનકડા ગામમાં રહેતી બેલે ડાન્સર બ્યુનો વિક્ટોરિયા જ્યારે 5 વર્ષની હતી, ત્યારે તેની માતાએ તેને બેલે ડાન્સના ક્લાસમાં પહેલી વખત મોકલી હતી. તેની માતાને તે સમયે એ વાતની ચિંતા હતી કે સામાન્ય બાળકોની વચ્ચે ડિફરન્ટલી એબલ્ડ બેલા કેવી રીતે એડ્જસ્ટ કરશે. વિક્ટોરિયાને જન્મથી જ બંને હાથ નથી. તેમ છતાં જ્યારે તે સ્ટેજ પર તેનું કલાનું પ્રદર્શન કરે છે તો દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ખૂબ નાની ઉંમરમાં તેણે ખ્યાતિ મેળવી છે. તેને જોવા માટે હંમેશાં તેનાં ઘરની બહાર ભીડ જામેલી હોય છે.

ફોટો સાભાર: Reuters.com

16 વર્ષની બ્યુનો વિક્ટોરિયા મિનાસ ગેરેસ સ્થિત બેલેટ એકેડેમીમાં દરરોજ પ્રેક્ટિસ કરે છે. બ્યુનો પોતાની આવડત પર સ્ટાર બની છે સાથે જ તે અન્ય લોકો માટે પ્રેરણા પણ બની છે. બ્યુનો માને છે કે હાથ ન હોવા પર કોઈ ફરક પડતો નથી. તે કહે છે, હું પોતાની આંખથી જોઈ શકું છું અને તેના બળે પગથી ડાન્સ કરી શકું છું. બ્યુનોને તે વાતનો ક્યારેય અહેસાસ થતો નથી કે તેને હાથની જરૂરિયાત છે.

બ્યુનોની માતાએ તેને બેલે શીખવડાવની શરૂઆત એક સાયકોથેરપિસ્ટના કહેવા પર કરી હતી. તેનું માનવું છે કે બ્યુનો ખૂબ સારી રીતે ડાન્સ કરી શકે છે. બ્યુને ડિફરન્ટલી એબલ્ડ હોવાં છતાં સવારે બ્રશ કરવાથી લઈને સુપરમાર્કેટથી ખરીદી જેવા કામ તેના પગથી જ કરે છે. બ્યુનોના પિતા જોસ કાર્લોસ પરેરા અનુસાર, બ્યુનો જે ફુર્તી સાથે પોતાના બંને પગથી કામ કરે છે તે સ્પીડે તો હું પોતાના હાથથી પણ કામ કરી શકતી નથી. બ્યુનો કહે છે કે મારી ઓળખાણ બે હાથ ન હોવાને લીધે નથી, બલકે તેના સપના પૂરાં કરવાને કારણે છે. હું અન્ય લોકો માટે પ્રેરણા બનીને ખુશ છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો