તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Baked Pastry 'Pretzel' Accounts For Woman's Brain Damage, Get Rs 220 Crore In Compensation

અમેરિકા:બેક્ડ પેસ્ટ્રી 'પ્રેત્ઝલ' ખાતાં જ મહિલાનું બ્રેન ડેમેજ થયું, વળતર પેટે 220 કરોડ રૂપિયા મળ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઘટના અમેરિકાની એક્ટ્રેસ શેન્ટલ સાથે બની છે
  • શેન્ટલે 'પ્રેત્ઝલ' ખાધા બાદ તેને એનાફેલેક્ટિલ શોક આવ્યો હતો
  • એમ્બ્યુલન્સ સર્વિસે યોગ્ય સારવાર ન કરી હોવાથી તેનું બ્રેન ડેમેજ થયું હતું

અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ બેક્ડ પેસ્ટ્રી 'પ્રેત્ઝલ' ખાતાં જ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પ્રેત્ઝલ ખાવાથી જ તેનું બ્રેન ડેમેજ થયું હોવાનો દાવો કરતાં મહિલાને વળતર પેટે 220 કરોડ રૂપિયા મળ્યા છે.

પીનટ બટરવાળી પ્રેત્ઝલ ખાતાં જ બ્રેન ડેમેજ થયું
આ ઘટના અમેરિકાની મોડેલ શેન્ટલ સાથે બની છે. પ્રેત્ઝલ ખાધા બાદા શેન્ટલને બ્રેન ડેમેજ થયું હોવાની ઘટના 2013ની છે. તે સમયે શેન્ટલ 27 વર્ષની હતી. ફ્રેન્ડ્સ સાથે બહાર હેન્ગઆઉટ કરતાં સમયે તેણે પીનટ બટર વાળી પેસ્ટ્રી પંસદ કરી હતી. તેના થોડા બાઈટ ખાઘા બાદ તેને એનાફેલેક્ટિલ શોક આવ્યો હતો. એલરજિક રિએક્શનની સારવાર માટે તેને તાત્કાલિક મેડિકલ સેવાની જરૂર હતી.

યોગ્ય સારવાર ન મળી હોવાથી એમ્બ્યુલન્સ સર્વિસ સામે શેન્ટલના પરિવારે કેસ કર્યો
શેન્ટલના વકીલના જણાવ્યા પ્રમાણે, તે સમયે આવેલી પેરામેડિકલની ટીમે શેન્ટલની યોગ્ય સારવાર કરી નહોતી. થોડી વારમાં જ તેનાં મગજમાં ઓક્સીજન પહોંચતું બંધ થયું હતું અને તેને તાત્કાલિક દાખલ કરવી પડી હતી.

બ્રેન ડેમેજ થયાં બાદ શેન્ટલ ચાલી કે બોલી શકતી નથી
બ્રેન ડેમેજ થયાં બાદ શેન્ટલ ચાલી કે બોલી શકતી નથી

શેન્ટલની ફેમિલીએ એમ્બ્યુલન્સ સર્વિસ સામે $60 મિલિયન (આશરે 400 કરોડથી વધારે રૂપિયા)ના વળતર માટે કેસ દાખલ કર્યો. કોર્ટમાં 8 વર્ષની લડત બાદ આખરે શેન્ટલ અને તેની ફેમિલીને વળતરના $29.5 મિલિયન આશરે 220 કરોડ રૂપિયા મળ્યા.

શેન્ટલની જૂની તસવીર
શેન્ટલની જૂની તસવીર

શેન્ટલની હાલત હજુ પણ નાજુક
2013ની બનેલી ઘટના બાદ શેન્ટલની સ્થિતિ હાલ પણ ગંભીર છે. તે હવે સામાન્ય જીવન જીવી શકતી નથી. ન તો તે ચાલી શકે છે ન બોલી શકે છે. પરિવારના સભ્યો સાથે કમ્યુનિકેટ કરવા માટ શેન્ટલ આઈ ગેઝ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.