તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Bailey Village Of Rautu In Uttarakhand Is Called 'Paneer Village', This Name Was Given Because Of Making And Selling Cheese In Every House Of This Village With 250 Families

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂર-દૂર સુધી અહીંનું પનીર ફેમસ છે:ઉત્તરાખંડનું ‘પનીર વિલેજ’, 250 પરિવારનાં ‘રૌતુ કી બેલી’ ગામમાં દરેક ઘરમાં પનીર બને છે

8 દિવસ પહેલા

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે, આપણા દેશમાં એક એવું પણ ગામ છે, જેનું નામ પનીર વિલેજ છે. ઉત્તરાખંડમાં મસૂરીની પાસે આવેલા ગામનું નામ આમ તો રૌતુ કી બેલી છે. આ ગામમાં સૌથી વધારે પનીર બનાવવામાં આવે છે આથી જ તેનું નામ ‘પનીર વિલેજ’ પડી ગયું છે. 250 પરિવારના આ ગામના દરેક ઘરમાં માત્ર પનીર બનાવીને વેચવામાં આવે છે.

એક સમયે આ ગામ પહાડના બીજા વિસ્તારોની જેમ રોજગાર માટે આમ તેમ ભટકી રહ્યું હતું. ગામવાસીઓએ કહ્યું, પહેલાં ગામમાં 35થી 40 પરિવાર જ પનીર વેચતા હતા, પરંતુ હવે દરેક પરિવાર આ કામ સાથે જોડાઈ ગયા છે.

અહીંના પનીરની માગ ટિહરી, ઉત્તરકાશી જ નહિ પણ દેહરાદૂન, મસૂરીથી લઈને દિલ્હી સુધી છે. ગામમાં સૌથી પહેલાં પનીર બનાવીને વેચવાનું કામ કુંવરસિંહે 1980માં શરૂ કર્યું હતું. તે સમયે પનીર ચારથી પાંચ કિલોના ભાવે વેચાતું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો