તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Badrunnisa Bhat Is A Sufi Painter From Srinagar, Trying To Bring Sufi Women To The Public Through Her Painting

રંગોથી ઓળખ:શ્રીનગરની બદરુન્નિસા સૂફી પેન્ટર છે, તેનાં પેન્ટિંગથી સૂફી મહિલાઓને લોકો સામે લાવવા ઈચ્છે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદરુન્નિસાએ એક ઓસ્ટ્રેલિયન છોકરી સાથે મળી વર્કશોપ કરી હતી, તેણે બદરુન્નિસાને આર્ટ થેરપી શિખવાડી જેનાથી મગજ શાંત રહે છે
  • સૂફી ટ્રેડિશનને તે પોતાની કળાનાં માધ્યમથી સામે લાવા ઈચ્છે છે

શ્રીનગરની 20 વર્ષીય બદરુન્નિસા અનેક છોકરીઓને તેની સૂફી પેન્ટિંગથી પ્રેરણા આપી રહી છે. બદરુન્નિસાએ સૌ પ્રથમ તેની માતાની પેન્ટિંગ શીખી હતી. પેન્ટિંગની શરૂઆત કર્યા બાદ બદરુન્નિસાએ એક ઓસ્ટ્રેલિયાની એક છોકરી જોડે વર્કશોપ કરી હતી. તેણે જ બદરુન્નિસાને મગજ શાંત રાખતી આર્ટ થેરપી શિખવાડી હતી.

બદરુન્નિસાને સૂફી પેન્ટિંગ જ બનાવવા અંગે સવાલ કરતા તે કહે છે કે, સૂફી સંત આપણને એકતા અને શાંતિનો સંદેશો આપે છે. મારી બનાવેલી પેન્ટિંગ મારો જ અરીસો છે.

બદરુન્નિસા પોતાની પેન્ટિંગના માધ્યમથી સૂફી મહિલાઓને લોકો સામે લાવવા ઈચ્છે છે કારણ કે આ મહિલાઓ વિશે કલાનાં માઘ્યમથી ઘણી ઓછી માહિતી સામે આવી છે.

બદરુન્નિસાએ 8મા ધોરણથી સૂફી પરંપરાઓ વિશે જાણવાનું શરૂ કર્યું હતું. આ જ સૂફી ટ્રેડિશનને તે કલાનાં માધ્યમથી લોકો સામે લાવવા ઈચ્છે છે. બદરુન્નિસાને એબ્સ્ટ્રેક્ટ પેન્ટિંગ ખૂબ પસંદ છે. તે ઈચ્છે છે કે તેની પેન્ટિંગથી લોકો સૂફી સંત વિશે માહિતી મેળવે.

તુર્કીમાં બદરુન્નિસાના પેન્ટિંગના પ્રદર્શનમાં, મિડલ ઈસ્ટ ક્રાઈસિસ આધારિત પેન્ટિંગ સામેલ હતી. તેની પેન્ટિંગ હાલ પણ અંકારા યુનિવર્સિટીમાં છે. બદરુન્નિસાને પોતે મહિલા હોવાનું નુક્સાન ત્યારે ભોગવવું પડે છે, જ્યારે તેને એકલા ટ્રાવેલ કરવું પડે છે.

એકલા ટ્રાવેલ માટે તેને ઘણા ટોણા સાંભળવા મળે છે, પરંતુ તે આવી કોઈ પણ વાતો પર ધ્યાન ન આપીને ફક્ત પોતાના સફળતાના રસ્તે ચાલે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો