‘આવો બહેન, પંચાત કરીએ’:કોઈની નિંદા કરવાથી આપણને ફાયદો થાય છે? એન્ઝાયટીથી પીડિત લોકો સૌથી વધારે ચુગલી કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિંદા કરવી એ એક લિમિટ સુધી ફાયદાકારક બની શકે છે
  • વધારે સમય સુધી આ ટેવ સાથે લઈને ચાલવાથી આ તમને નેગેટિવ માણસ બનાવી દે છે

ચુગલી એ આપણી રોજબરોજની લાઈફનો જ એક ભાગ છે, પરંતુ આપણા સમાજમાં આ સારી વાત માનવામાં આવતી નથી. જો કે, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મલિકે કહ્યું, ચુગલી એ સારી આદત માનવામાં આવતી નથી, પણ સાઈકોલોજિકલી તેની અસર આપણા મગજ અને શરીર પર પડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈનાથી નાખુશ હોય ત્યારે તે લો ફીલ કરે છે, ચિંતા કે દુઃખી હોય ત્યારે તે ચુગલી કરે છે. આને નેગેટિવ ડિફેન્સિવ બિહેવિયર કહેવામાં આવે છે.

ડૉ. પ્રજ્ઞાએ કહ્યું કેમ સમાજમાં આપણે જોઈએ છીએ કે પોતાની તકલીફ નિંદા કરીને બહાર કાઢીને પોતાને ખુશ રહેવાની સૌથી સારી રીત માનવામાં આવે છે. આને લર્નિંગ બિહેવિયર કહેવામાં આવે છે. જે આપણે બાળપણથી શીખતા આવ્યા છીએ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ગુસ્સો કે ઈમોશન કંટ્રોલ કરી શકતો નથી ત્યારે તે નિંદા કરે છે. ચુગલી કરવી એ ખરાબ ટેવ છે, તેમ છતાં બધા કરે છે. તેવામાં પ્રશ્ન એ થાય છે કે, લોકો ચુગલી કેમ કરે છે અને તેનાથી શું ફાયદો થાય? આ બધા પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે ડૉ. પ્રજ્ઞા મલિક..

પોતાને મોટા દેખાડવા માટે નિંદા
ચુગલીની થીમ હંમેશાં સામેવાળાના બિહેવિયર કે પછી પહેરવેશ પર આધારિત હોય છે. જેમ કે કેવા કપડા પહેર્યા છે, જો, ઓલો શું કરી રહ્યો છે, કેવી રીતે ચાલી રહ્યો છે, પડોશીએ શું કર્યું...આવી બધી વાત પરથી ખબર પડે કે વ્યક્તિ કોઈની નિંદા કરી રહ્યો છે. સામેવાળાના બિહેવિયરને નેગેટિવ સેન્સમાં પ્રેઝન્ટ કરે છે જેથી તે પોતાને મોટો કહી શકે. પોતાને ગર્વ અનુભવવા માટે આપણે આવું કરીએ છીએ.

આપણે બધા એક સામાજિક પ્રાણી છીએ. આ કારણે આપણને હંમેશાં એકબીજાની સ્વીકૃતિની જરૂર હોય છે. પોતાની વાત નિંદા કરીને કહીએ છીએ. ઘણીવાર તમે એક શબ્દ સાંભળ્યો હશે, ‘હું સાચું બોલી રહ્યો છું ને..’આનો અર્થ થાય છે વ્યક્તિ પોતાની વાત કોઈ બીજાના મોઢે અપૃવ્ડ કરાવવા માગે છે.

રિલેક્સ અનુભવ કરે છે
કોઈ વ્યક્તિ કોઈનાથી નાખુશ હોય છે ત્યારે તે બીજાની નિંદા કરવાનું શરુ કરી દે છે. આનાથી વ્યક્તિને લાગે છે કે કોઈ મને સમજી રહ્યું છે. કોઈ મારી વાત સાંભળી રહ્યું છે, તેનાથી રિલેક્સ ફીલ થાય છે.

એન્ઝાયટી પીડિત લોકો નિંદા કરવામાં માસ્ટર
ડૉ. પ્રજ્ઞાએ કહ્યું, જે લોકોમાં એન્ઝાયટી વધારે હોય છે, તેમને નિંદા કરવાની ટેવ હોય છે. જ્યારે આપણે લો ફીલ કરતા હોય અને બીજાને આપણી વાત કહેવા માગતા હોઈએ ત્યારે પોતાની કમી જોવાને બદલે સામે વાળાની જોઈએ છીએ. તેનાથી પોતાનું મન શાંત રહે છે.

સોલ્યુશન શું છે?
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞાએ કહ્યું, નિંદા કરવી એ એક લિમિટ સુધી ફાયદાકારક બની શકે છે પણ વધારે સમય સુધી આ ટેવ સાથે લઈને ચાલવાથી આ તમને નેગેટિવ માણસ બનાવી દે છે. આથી કોઈ પણ વાત કોઈને કહેતા પહેલાં વિચારી લો. પોતાના માટે સમય કાઢો, જેથી તમે પોતાને ખુશ રાખી શકો. તમારી તકલીફો પેપર પર લખો. બ્રીધિંગ એક્સર્સાઈઝ કરીને મગજ શાંત રાખો. નિંદાની જગ્યાએ તમે અન્ય હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો.