વિચિત્ર સમાચાર:એક જ બાળકે બે વાર માતાના કુખેથી જન્મ લીધો! મેડિકલ સાયન્સનો આવો ચમત્કાર કેવી રીતે થયો?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા બનવું દરેક મહિલાઓનું એક સપનું હોય છે. પરંતુ ઘણીવાર પ્રેગ્નેન્સી દરમિયાન એવી ઘટના બનતી હોય છે કે જે જીવનભર યાદ રહે છે. અમેરિકામાં એક બાળક તેની માતાના પેટમાંથી બે વાર જન્મ લીધો છે. મેડિકલ સાયન્સ પણ આ ચમત્કાર સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ છે.

ડોક્ટરોએ બાળકનો પહેલી વાર જન્મ કરાવ્યા બાદ ફરી તેની માતાનાં પેટમાં રાખી દીધું હતું. 11 અઠવાડિયાં બાદ માતાએ ફરી બાળકને જન્મ આપ્યો હતો. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી આ માતાએ એક જ બાળકને બે વાર જન્મ આપવાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

બાળકની કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હતો
ફ્લોરિડાના રહેવાસી જેડન એશ્લેને ખબર પડી કે ગર્ભમાં ઉછરી રહેલાં બાળકને કરોડરજ્જુમાં સમસ્યા છે. જો તેને સરખી કરવામાં ન આવે તો તેનો જીવ પણ જઈ શકે છે. આ પછી જેડેએ ડોક્ટરોની એક વિશેષ ટીમનો સંપર્ક કર્યો હતો. આ ડોક્ટરોએ પ્રિ-મેચ્યોર બેબી બોયને માતાના ગર્ભમાંથી કાઢીને ઓપરેશન કરીને ફરીથી માતાના ગર્ભમાં મૂકી દીધું હતું.

ઓપરેશનના બે મહિના બાદ થયો બાળકનો જન્મ
માતાના ગર્ભાશયમાં પાછા ફર્યાના બે મહિના બાદ બાળકનો ફરીથી જન્મ થયો છે. હવે તેની કરોડરજ્જુમાં કોઈ સમસ્યા નથી. જો કે હવે ડોક્ટરોએ માતા અને બાળકને પોતાની દેખરેખ હેઠળ રાખ્યા છે. ટૂંક સમયમાં જ બંને પોતપોતાના ઘરે જઈ શકશે. જેડન એશ્લેએ ટિકટોક પર એક વીડિયો શેર કરીને આ અનુભવ શેર કર્યો છે.

ઓપન ફેટલ સર્જરીમાં બાળકની ખોડખાંપણ દૂર કરવામાં આવે છે
ઘણી વખત બાળકના જન્મ પછી એવું જોવા મળે છે કે તે કોઈ જન્મજાત ખોડખાંપણથી પીડિત હોય છે. આ સમયે બાળક અને માતા-પિતા બંનેનું જીવન મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઓપન ફેટલ સર્જરી વરદાન સમાન છે. આમાં બાળકના જન્મ પહેલાં સર્જરી કરવામાં આવે છે. જન્મ પહેલાં ગર્ભ અવિકસિત હોય છે. આ રીતે તેની કોઈપણ વિકૃતિને રોકવા અથવા ઘટાડવાનું શક્ય છે. જોકે આ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ છે. આ માટે નિષ્ણાત તબીબોની ટીમની જરૂર પડે છે.