• Gujarati News
  • Lifestyle
  • Baby Art Card: The Child Will Become Smart From The First Month Of Birth, Obey The Pediatrician And Follow This Method

હેલ્લો! મમ્મી-પપ્પા:જન્મ પછીના એક મહિનામાં જ બાળક હોંશિયાર બની જશે, પીડિયાટ્રિશિયનની આટલી વાત માનો

શ્વેતા કુમારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઘીને ઉઠેલા બાળકને એક્ટિવ કરવા માટે પણ કાર્ડનો ઉપયોગ કરી શકો છો

બાળક દોડવાનું અને બોલવાનું શીખ્યા પહેલાં જુએ અને અવાજ સાંભળે છે. શરુઆતના દિવસોમાં નવજાતની આંખ બંધ રહે છે અને 10-15 દિવસ પછી ધીમે-ધીમે થોડી વાર માટે ખોલવાનું શરુ કરે છે. નવજાત શિશુ વધારે પ્રકાશ અને અવાજથી ટેવાયેલા હોતા નથી. આથી આ બંને વસ્તુઓથી તેમને તકલીફ થાય છે.

જન્મ પછીના શરુઆતના ત્રણ મહિના સુધી બાળકને કઈ પણ સ્પષ્ટ દેખાતું નથી, તેમણે વધુ ઝાંખું દેખાય છે. આ ઉપરાંત જે વસ્તુઓ ચોખ્ખી દેખાય છે તેનો રંગ કાળો, સફેદ અને લાલ હોય છે. પીડિયાટ્રિશિયન નવજાત બાળકોને આર્ટ બુકની સલાહ આપે છે, તેમાં રંગબેરંગી ડિઝાઈન, શેપ અને પશુ-પક્ષીઓ હોય છે. આ બેબી આર્ટ કાર્ડ્સ એટલે શું? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? આ જાણવા માટે અમે દિલ્હીની ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ ડૉ. રીતિકા સિંઘલ સાથે વાત કરી....

બેબી આર્ટ કાર્ડ્સ એટલે શું?
ડૉ. રીતિકાએ કહ્યું, ન્યૂબોર્ન બેબી પોતાની માતાને જોઇને નહીં પણ સ્મેલ અને સ્પર્શથી ઓળખે છે. શરુઆતમાં બાળકની નજર માત્ર એક ફૂટ સુધી જ દૂર જઈ શકે છે. દૂરની વસ્તુ તેને ઝાંખી દેખાય છે. આથી આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે રંગ અને ડિઝાઈન સમજે. બાળક જાગતું હોય ત્યારે પેરેન્ટ્સે આ કાર્ડ દેખાડવા જોઈએ.

દરેક ઉંમરના બાળક માટે અલગ-અલગ પ્રકારના કાર્ડ હોય છે. એટલે કે શરુઆતના 3 મહિના માટે અલગ કાર્ડ હોય છે. ત્રણથી છ અને છથી નવ મહિનાના બાળક માટે અલગ પેટર્ન અને ડિઝાઈનના કાર્ડ હોય છે. બાળપણથી બાળકની નજરને ફોકસ અને એક્ટિવ બનાવવા માટે પીડિયાટ્રિશયન આના ઉપયોગની સલાહ આપે છે. આજકાલ આ કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન મળી જાય છે.

આ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરશો?

  • બાળકના ઘોડિયા પર કાર્ડ લટકાવી દો, તેનાથી બાળકની નજીક પણ રહેશે અને જોઈ પણ શકશે.
  • જ્યારે ડાયપર બદલવાનું હોય કે, રડતું હોય અને શાંત કરવું હોય ત્યારે કાર્ડ બતાવો.
  • ઊંઘીને ઉઠેલા બાળકને એક્ટિવ કરવા માટે પણ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
  • બાળક વસ્તુઓ પકડતા શીખે ત્યારે તેણે હાથમાં આ કાર્ડ આપી શકો છો.
  • બાળકનો રૂમ પણ ડિઝાઈનર કાર્ડ્સથી ડેકોરેટ કરી શકો છો.