તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Baburi Sirisha Of Telangana Became First Line Woman, She Wants To Prove That Women Are Not Less Than Men In Doing Any Work

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:તેલંગાણામાં 20 વર્ષની બાબુરી સિરિશા પ્રથમ લાઈન વુમન બની, તે સાબિત કરવા માગે છે કે, મહિલાઓ કોઈ પણ કામમાં પુરુષો કરતાં પાછળ નથી

10 દિવસ પહેલા

તેલંગાણામાં ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં લાઈનમેન પોસ્ટ માટે જે ભરતી બહાર પાડી હતી તેમાં મહિલાઓની બાદબાકી કરી હતી, પરંતુ સિરિશાએ અન્ય મહિલાઓ સાથે મળીને આ પ્રતિબંધનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, જો છોકરાઓ આ કામ કરી શકે છે, તો એ રીતે અમે છોકરીઓ કેમ નહિ? સિરિશાએ ITIનો અભ્યાસ પૂરી કર્યો.

સિરિશાની સાથે અન્ય આઠ છોકરીઓએ પણ આ પોસ્ટ માટે અપ્લાય કર્યું હતું, પરંતુ સિરિશાએ આ પરીક્ષા પાસ કરી. તેણે વીજળીના થાંભલા પર ચડવાની પરીક્ષા પણ પાસ કરી. આ સાહસી છોકરીએ વીજળીના થાંભલા પર ચઢવા અને ઉતરવામાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લીધો. સિરિશાને તેલંગાણાની પ્રથમ લાઈન વુમન બનવાનું સન્માન મળ્યું છે.

સિરિશાની ઉંમર 20 વર્ષ છે. તે સિદ્દીપટ્ટ રાજ્યના મારકૂક મંડલમાં ગણેશપલ્લી ગામની રહેવાસી છે. સિરિશા કહે છે કે, એક લાઈન વુમનનું કામ કરતી વખતે મારે ઘણી મહેનત કરવી પડે છે. હું મારા કામથી લોકોને દેખાડી દેવા માગું છું કે મહિલાઓ કોઈ પણ કામમાં પુરુષો કરતાં પાછળ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser