• Gujarati News
 • Lifestyle
 • Babies Born Prematurely Due To Toxic Air, Children Are Being Given Inhaling Therapy In Hospital

પોલ્યુશન રેડ અલર્ટ પર:ઝેરી હવાના કારણે અકાળે જન્મે છે બાળકો, હોસ્પિટલમાં બાળકોને ઈન્હેલિંગ થેરપી આપવામાં આવી રહી છે

પારુલ રાંઝા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એર પોલ્યુશનની સૌથી વધારે અસર નવજાત શિશુઓ અને બાળકો પર જોવા મળી રહી છે
 • ઈમર્જન્સીમાં આવતા બાળકોની સંખ્યામાં 30 ટકા અને OPDમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા લગભગ 40 ટકા સુધી વધી

એક અઠવાડિયાથી દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. એર પોલ્યુશનની સૌથી વધારે અસર નવજાત શિશુઓ અને બાળકો પર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરના સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ ઈમર્જન્સીમાં આવતા બાળકોની સંખ્યામાં 30 ટકા અને OPDમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા લગભગ 40 ટકા સુધી વધી ગઈ છે. મોટાભાગના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા, ઉધરસની ફરિયાદ છે. દિલ્હી-એનસીઆરની હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પોલ્યુશનની કેટલી ખરાબ અસર થઈ રહી છે તેના વિશે દૈનિક ભાસ્કરનો રિપોર્ટ વાંચો

પોલ્યુશનની બાળકોના સ્વાસ્થ્ય પર અસર
ફરીદાબાદના ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડૉ. અમિત ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણને હેલ્થ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એ જરૂરી નથી કે પોલ્યુશન માત્ર બહાર જ હોય, પરંતુ નવજાત બાળકોને ઘરમાં ખાવાનું રાંધતી વખતે, એસી, પરફ્યુમ, સ્મોકિંગ, અને અગરબત્તી સળગાવવાથી થતા ધૂમાડાથી પણ સમસ્યા થઈ શકે છે. તેનાથી તેને બચાવવા જરૂરી છે. દરરોજ OPDમાં પહેલાની તુલનામાં 30થી 40 ટકા વધારે બાળકો એવા આવી રહ્યા છે જેને કોઈ ન કોઈ રીતે શ્વાસ લેવામાં સમસ્યા છે. બાળકોના નાકમાં વાળ નથી હોતા, તેથી પોલ્યુટેન્ટ્સ બાળકો પર જલ્દી હુમલો કરે છે.

મોટાભાગના બાળકોને શ્વાસ લેવામાં સમસ્યા
નોયડા ચાઈલ્ડ પીજીઆઈના ઈમર્જન્સી મેડિકલ ઓફિસર ડૉ. બીપી સિંહે જણાવ્યું કે, પ્રદૂષણની નવજાત અને થોડી મોટી ઉંમરના બાળકો (જે બહાર રમવા જાય છે) પર વિવિધ પ્રકારની અસર પડે છે. ઈમર્જન્સી અને OPDમાં દરરોજ 25થી 30 ગંભીર કેસ આવી રહ્યા છે. મોટાભાગના બાળકોને શ્વાસ લેવામાં સમસ્યા, છાતીમાં બળતરા, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો અને આંખોમાં દુખાવો અને બળતરાની ફરિયાદ છે.

નોયડા ચાઈલ્ડ પીજીઆઈના ઈમર્જન્સીમાં દરરોજ આવતા ગંભીર દર્દીઓ.
નોયડા ચાઈલ્ડ પીજીઆઈના ઈમર્જન્સીમાં દરરોજ આવતા ગંભીર દર્દીઓ.

તેઓ કહે છે કે વ્યક્તિ એક મિનિટમાં 12 થી 18 વખત શ્વાસ લે છે, જ્યારે બાળકો આટલા સમયમાં 20થી 30 વખત શ્વાસ લે છે. તેમજ નવજાત શિશુ 60 સેકન્ડમાં 30થી 40 વખત શ્વાસ લે છે. તેમાં પોલ્યુશનના કારણે શ્વસન સમસ્યા, કોગ્નિટિવ વિકાસ અને ઘણા લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ જોવા મળી રહી છે.

એર પોલ્યુશન કારણે 60 લાખ પ્રીમેચ્યોર બર્થ થયા
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચના અનુસાર, એર પોલ્યુશનના કારણે 60 લાખ બાળકોનો જન્મ સમય પહેલા થઈ જાય છે. આવા બાળકોનું ન માત્ર વજન ઓછું હોય છે પરંતુ તેમના લંગ્સ પણ સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા. આ જ કારણ છે કે પ્રીમેચ્યોર જન્મને દુનિયામાં નવજાતોના મૃત્યુનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે.

ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરે ચેતવણી આપી
સર ગંગારામ હોસ્પિટલમાં બાળરોગ વિભાગના ડૉ. ધીરેન ગુપ્તાએ એર પોલ્યુશનને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, તેનાથી બાળકોને ખરાબ રીતે અસર થઈ રહી છે. ન માત્ર અસ્થમાવાળા બાળકો, પરંતુ એવા બાળકોને પણ તકલીફની ફરિયાદ છે જેમને શ્વાસ સાથે સંબંધિત ક્યારેય કોઈ બીમારીની ફરિયાદ નહોતી. હોસ્પિટલમાં અસ્થમાથી પીડિત બાળકોને ઈનહેલિંગ થેરપી આપવામાં આવી રહી છે.

WHO અને યુનિસેફે ભારતને ચેતવણી આપી
WHO અને યુનિસેફ જેવા વૈશ્વિક સંગઠન દેશમાં એર પોલ્યુશનને લઈને વારંવાર ચેતવણી આપી રહ્યા છે. યુનિસેફના અનુસાર, ઝેરી હવાથી ભારત સહિત દક્ષિણ એશિયામાં દર વર્ષે લગભગ 1.3 લાખ બાળકોના મૃત્યુ થઈ જાય છે. તેમજ WHOમા એક રિપોર્ટના અનુસાર, 15 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 93% બાળકો ઝેરી હવામાં શ્વાસ લે છે. પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અભ્યાસ અનુસાર, 2020માં દિલ્હીમાં લગભગ 57,000 મૃત્યુ માટે ઝેરી હવાને કારણે થઈ શકે છે. જો કે, તેના વિશેનો હજુ સાચો ડેટા આવવાનો બાકી છે.

પોલ્યુશનથી બાળકોની હાઈટ ઓછી થઈ રહી છે
એન્વાયર્નમેન્ટલ હેલ્થ જર્નલમાં IIT દિલ્હીના પ્રોફેસરોનો એક રિપોર્ટ પ્રકાશિત થયો. તે દર્શાવે છે કે દિલ્હી જ નહીં પરંતુ દેશના અન્ય ભાગમાં પણ પ્રદૂષણના કારણે બાળકોની હાઈટ ઘટી રહી છે અને તેની હેલ્થ પર પણ ખરાબ અસર પડી રહી છે. આ શોધ દેશના 640 જિલ્લામાં 5 વર્ષના લગભગ અઢી લાખ બાળકો પર કરવામાં આવી હતી.

દિલ્હીમાં 20 નવેમ્બર સુધી બધી સ્કૂલો બંધ
પ્રદૂષણથી બચવા માટે દિલ્હીમાં 20 નવેમ્બર સુધી ધોરણ1થી 12 સુધી સ્કૂલો બંધ રહેશે. માત્ર સ્કૂલ જ નહીં પરંતુ કોલેજ પણ આ અઠવાડિયા બંધ રહેશે. પહેલાની જેમ ઘરેથી ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે. IIT દિલ્હીની સેન્ટર ઓફ એક્સિલેન્સ ફોર રિસર્ચ ઓન ક્લિન એર (CERCA)ના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સ્કૂલ અને કોલેજોને ઈનડોર એર પોલ્યુશનનું જોખમ વધારે રહે છે, કેમ કે, અહીં સારી રીતે વેન્ટિલેશન નથી હોતા.

એર પ્યુરીફાયર્સ કેટલા અસરકારક?
હંમેશાં જોવામાં આવે છે કે, એર પ્યુરીફાયર બનાવતી કંપની પોતાની જાહેરાતોમાં એ રીતે પ્રમોશન કરે છે કે જાણે તેમની બ્રાન્ડ એર પ્યુરીફાયર મિનિટોમાં એર પોલ્યુશનની સમસ્યાથી છૂટકારો અપાવતી હોય. પરંતુ શું હકીકતમાં આ સફળ છે. આ વાત હજી સુધી સાબિત નથી થઈ શકી કે શું એર પ્યુરીફાયર દિલ્હી જેવી સિટીમાં વસ્તીને વાયુ પ્રદૂષણથી બચાવી શકે છે.

બાળરોગ નિષ્ણાત ડૉ. અજય વ્યાજ જણાવે છે કે કોઈપણ વ્યક્તિ 24 કલાક રૂમમાં બેસી શકે નહીં. આવી સ્થિતિમાં , જો દિવસ દરમિયાન વાયુ પ્રદૂષણનું સ્તર ઊંચું હોય અને તે દરમિયાન તમે બહાર નીકળો અને સંપર્કમાં આવશો, તો તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. આવી સ્થિતિમાં સ્વચ્છ હવામાં થોડા કલાકો વિતાવ્યા પછી પણ બહુ ફરક પડતો નથી.

એર પોલ્યુશનથી કેવી રીતે બચવું?

 • થોડા દિવસો સુધી બહાર ફરવા ન જાવ.
 • ઘરની બહાર નીકળતી વખતે સારી ગુણવત્તાવાળા માસ્કનો ઉપયોગ કરો.
 • બાળક અને તમારા સ્વાસ્થ્ય માટે સારો આહાર અને હાઇડ્રેટેડ રહેવું વધુ સારું છે.
 • હૂંફાળું પાણી પીઓ.
 • નવજાત અને નાના બાળકોને ઘરમાં રાખો.
 • શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, શરદી, છાતીમાં બળતરા વગેરે સમસ્યા થવા પર તરત ડૉક્ટરને બતાવો.