તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ:નવાબોના શહેરમાં ‘બાહુબલી ઘુઘરા’ આકર્ષણનું કેન્દ્ર બન્યા, એના એક પીસનું વજન 1.5 કિલોગ્રામ અને કિંમત 1200 રૂપિયા છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવાબોના શહેર લખનઉમાં ઘુઘરાની જે સ્પેશિયલ વરાઇટી જોવા મળી રહી છે, એનું નામ બાહુબલી ઘુઘરા છે. એને અહીંની દુકાન ‘છપ્પન ભોગે’ બનાવ્યા છે. એનું વજન 1.5 કિલોગ્રામ છે અને 14 ઈંચ જાડા છે. એમાં માવો, કેસર, બદામ, પિસ્તા, અને ખાંડનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે. એના એક પીસને ડીપ ફ્રાઈ કરવામાં 20થી 25 મિનિટ લાગે છે. એના એક પીસની કિંમત 1200 રૂપિયા છે.

છપ્પન ભોગના માર્કેટિંગ હેડ શિતજિત ગુપ્તાએ જણાવ્યું હતું કે કસ્ટમર માટે કંઈક નવું કરવા માટે અમે દર વર્ષે મીઠાઈઓની ખાસ વરાઈટી બનાવીએ છીએ. તેમને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાહુબલી ઘુઘરાનો એક વીડિયો શેર કર્યો છે.

લખનઉમાં આઈકોનિક એન્ડ સ્વીટ શોપે તાજેતરમાં એક સ્પર્ધા રાખી હતી, જેમાં 8 મિનિટમાં આ ઘુઘરા પૂરા કરવાના હતા. છપ્પાન ભોગના માલિક રવીન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા દ્વારા તેઓ લોકોને બાહુબલી ઘુઘરા વિશે જાણકારી આપવા માગતા હતા. તેમની દુકાનમાં બેબી ઘુઘરા પણ છે જેની સાઈઝ 1.5 ઈંચ છે. દુકાન પર બાહુબલી ઘુઘરાને જોવા માટે લોકોની ભીડ ઊમટી રહી છે. રવીન્દ્ર એ વાતથી ખુશ છે કે તેમના આ ઘુઘરાને લોકોનો સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે એને બનાવવામાં માટે ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓને કારણે એની કિંમત વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો