સ્માર્ટફોનમાં સ્ક્રોલ કરતા વાંદરાઓનો એક વીડિયો વાઈરલ થયો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજૂએ ટ્વીટર પર શેર કરેલી આ ક્લિપમાં એક વ્યક્તિ જંગલમાં સ્માર્ટફોન પકડેલો દેખાય છે અને ત્રણ વાંદરાઓ કુતૂહલવશ તેમાં સ્ક્રોલ કરતા જોવા મળે છે. તેમાંથી એક તો માણસની જેમ જ સ્માર્ટફોન પકડીને તેમાં સ્ક્રોલ કરીને જોઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે ચોકકસપણે કહી શકો કે, વાંદરાઓ સ્માર્ટફોનથી મોહિત છે અને સ્ક્રીન પર ચોંટેલા છે. આ દરમિયાન એક વાંદરો ધીમેથી તેમાંથી એકને બોલાવે છે અને મોબાઇલ ફોનથી તેનું ધ્યાન ભટકાવવા માટે તેનો હાથ પકડે છે પણ તે તો મોબાઈલને જોવામાં મગ્ન છે.
ટ્વિટર પર આ વીડિયો વાઈરલ થયો
સ્માર્ટફોન એ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની જરુરિયાત બની ગયો છે. સવારમાં ઊઠે ત્યારથી લઈને રાતે સૂવે ત્યા સુધી મોટાભાગનાં લોકો મોબાઈલની સ્ક્રિન પર ચોંટેલા હોય છે અને કોઈ ને કોઈ પ્રક્રિયા કરતા જ રહેતા હોય છે. ત્યારે લોકોની કારણ વગર સ્માર્ટફોન યૂઝ કરવાની આદતને કટાક્ષ કરતા કેન્દ્રિય પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો અને આ વીડિયોને સારું એવું કેપ્શન પણ આપ્યું. તેઓએ લખ્યું કે,‘ડિજિટલ સાક્ષરતા જાગૃતિને એક અવિશ્વસનીય સ્તરે પહોંચવાની સફળતા તો જુઓ!’
થોડા કલાકો પહેલા શેર થયા બાદથી આ વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. આ વીડિયો પર યૂઝર્સની અનેક લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે.
આ પોસ્ટ પર લોકોએ કેવી પ્રતિક્રિયા આપી તે અહીં છે:
એક વ્યક્તિએ પોસ્ટ કર્યું, ‘આ ખરેખર અદ્ભુત છે, કેવું અદ્ભુત દૃશ્ય છે’ બીજાએ શેર કર્યું, ‘જિજ્ઞાસુ મન અને જિજ્ઞાસુ આત્મા. વાંદરાઓ માટે પણ શીખવાનો નવો અનુભવ! જ્ઞાન અને સમજનાં દૂરગામી પરિણામો !’ ત્રીજાએ કહ્યું. ‘તેઓની વર્તણૂક ખૂબ જ સરસ છે. સામાન્ય રીતે તેઓ વસ્તુઓ છીનવી લે છે. ધ્યાન અને ઉત્સુકતાના સ્તરથી આશ્ચર્યચકિત ચોથાએ લખ્યું, ‘આને પ્રેમ કરો.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.