બ્યૂટી ટિપ્સ:શિયાળામાં ત્વચા ડ્રાય ન થાય તેનું રાખો ધ્યાન, 10 મિનિટમાં ત્વચાને ચમકદાર બનાવવાના આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થતાં જ સૌથી વધુ અસર સ્કિન પર જોવા મળે છે. તો ત્વચા ડ્રાય થઇ જાય છે. હવામાં ભેજ ન હોવાને કારણે ત્વચામાં પણ ભેજ ઓછો થઇ જાય છે. તેથી ત્વચા ડ્રાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યા છે શિયાળામાં સ્કિન કેરના ઘરગથ્થુ ઉપાય. શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવી જોઇએ, નહી તો સ્કિન ડ્રાય અને ડલ જોવા મળે છે. ઘરગથ્થુ ઉપાયથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આ રહ્યાં ઘરગથ્થુ ઉપચાર

 • શિયાળામાં રોજ 10 મિનિટ સુધી ચહેરા પર મધ લગાવ્યા બાદ તેને પાણીથી ધોવાથી સ્કિન ડ્રાય નથી થતી અને ત્વચા સોફ્ટ રહે છે.
 • તો જે લોકોની ત્વચા વધારે રુક્ષ થઇ હોય તે લોકોએ ઇંડાની જરદીમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.
 • જે લોકોની ત્વચા ઓઈલી હોય તે લોકોએ ઈંડાની સફેદીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.
 • તો શિયાળામાં ત્વચા માટે સફરજન પણ બેસ્ટ છે. એક સફરજનને બ્લેન્ડરમાં પીસી લો. તેમાં એક ચમચી મધ ઉમેરો. તેને માસ્કની જેમ ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. તે તમામ પ્રકારની ત્વચા માટે બેસ્ટ ટોનર છે.
 • એલોવેરા એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. એલોવેરા જેલને રોજ ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ હોય તો ત્વચા પર સીધું જ જેલ કે જ્યુસ લગાવી શકો છો.
 • ત્વચા સારી રહે તે માટે અડધી ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દૂધનો પાવડર મિક્સ કરો. તેને પેસ્ટમાં બનાવીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ચહેરા પર ચમક આવી જશે.
શિયાળામાં પણ સનસ્ક્રીન અચૂક લગાવવું જોઈએ.
શિયાળામાં પણ સનસ્ક્રીન અચૂક લગાવવું જોઈએ.

શિયાળામાં આ રીતે કરો સ્કિનની દેખભાળ

 • જો સ્કિન સામાન્ય કે રુક્ષ હોય તો સવારે અને સાંજે ક્લીન્ઝિંગ ક્રિમ અથવા જેલથી સ્કિનને સાફ કરો.
 • તો રાતે સૂતા સમયે ત્વચા પરથી મેકઅપ, વધારાનું તેલ અને ધૂળ દૂર કરવા માટે ક્લીન્ઝિંગ ભુલ્યા વગર કરો. જો તમારી મેકઅપ કાઢવાની આળસથી પણ ત્વચા પણ શુષ્ક થઈ જાય છે. ક્લીન્ઝર વડે ત્વચા પર હળવા હાથે માલિશ કરો, ત્યારબાદ રૂથી લુછી લો. રૂનો ઉપયોગ કરવાથી વધારે ડ્રાયનેસ આવતી નથી, કારણ કે રૂ ત્વચામાંથી વધારે ભેજ શોષતો નથી. ક્લીન્ઝિંગ બાદ ત્વચાને ટોનિક અથવા ગુલાબજળથી ટોન કરો.
 • ક્લીન્ઝિંગ બાદ નાઇટ ક્રીમ લગાવો. જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને સોફ્ટ બનાવે છે. નાઈટ ક્રીમથી ત્વચાને ઉપરની તરફ 3 થી 4 મિનિટ મસાજ કરો. આંખોની આસપાસ અને બહારની બાજુ આઇ ક્રીમ લગાવો.
 • તો ઘણા લોકો માને છે કે, શિયાળામાં સન સ્ક્રિન લગાવવાની જરૂર નથી, તો એ ખોટું છે. શિયાળામાં પણ તડકાને કારણે ત્વચાને નુકસાન થાય છે. સુર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી ત્વચા રુક્ષ થઇ જાય છે. તેથી શિયાળામાં પણ તડકાંમાં બહાર નિકળતા સમયે સન સ્ક્રિન લગાવવું જોઇએ.
 • જે લોકોની ત્વચા વધારે ડ્રાય હોય તે લોકોએ કોલ્ડ ક્રિમનો ઉપયોગ કરવો જોઇએ. તો ફાઉન્ડેશન લગાવ્યા પહેલાં મોઇશ્ચરાઇઝર લગાવવું જોઇએ. જ્યારે સ્કિન રુક્ષ લાગે તો લિક્વિડ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઇએ.
 • શિયાળામાં ઓઇલી સ્કિનને ધોયા બાદ રુક્ષ લાગે છે. તો આવી ત્વચા માટે ક્લીન્ઝિંગ મિલ્ક અથવા ફેસવોસનો ઉપયોગ કરવો જોઇએ. આમ છતા પણ તમને ત્વચા શુષ્ક લાગે ત્યારે હળવું મોઇશ્ચરાઇઝિંગ લોશન વાપરવું. લગાવતા પહેલાં એક કે બે ટીપું પાણી ઉમેરો અથવા ઓઇલ ફ્રી ક્રીમનો ઉપયોગ કરો.
 • જે લોકોની સ્કિન ઓઇલી હોય તે લોકોએ દરરોજ ચહેરા પર મધ લગાડવું જોઇએ, 10 મીનિટ બાદ ચહેરાને ધોઇ લો.
 • હોઠની ત્વચા ખૂબ જ પાતળી હોય છે. તેમાં તેલ ઉત્પાદક ગ્રંથિઓ હોતી નથી, તેથી હોઠની ત્વચા સુકવવા લાગે છે અને સરળતાથી ફાટી જાય છે. સાફ કર્યા પછી હોઠ પર બદામનું ક્રીમ અથવા બદામનું તેલ લગાવો અને આખી રાત રહેવા દો. તેનાથી ત્વચા નરમ રહે છે.