ડાયટ સલાહ / ત્વચા બગાડતી આ 5 વસ્તુઓ અવોઇડ કરો, શરીર પર ઉંમર કરતાં વહેલાં કરચલી પડે છે

Avail these 5 items of skin spoiling, the body gets cracked early

divyabhaskar.com

May 13, 2019, 12:26 PM IST

હેલ્થ ડેસ્કઃ સમય કરતાં પહેલાં એટલે કે યુવાવસ્થામાં જ કરચલીઓ પડવી એ આજના જમાનાની એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્વચા સંબંધિત બીજી એક મોટી સમસ્યા છે ખીલ, જેનો દરેક યુવતીને તેનો સામનો કરવો પડે છે. ત્વચા બગડવી, નાની ઉંમરે જ ત્વચા પર કરચલી પડવી, ત્વચા પર ફોલ્લી થવી અને ખીલ થવાનું સૌથી મોટું કારણ આપણી અયોગ્ય જીવનશૈલી છે, જેમાં આહાર પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આપણે આપણા આહાર પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્વચા સંબંધિત આ સમસ્યાને સરળતાથી હલ કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ ખાણી-પીણીની એવી 5 વસ્તુઓ વિશે જે ત્વચા પર સીધી અસર કરે છે.


1. તળેલું - ગળ્યું ખાવું
ભટુરા અથવા પુરી કે પછી કચોરી, સમોસા અને પાણીપુરી જેવી ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ ખાવાથી ત્વચાને બહુ નુકસાન પહોંચે છે. શરીરને ચોક્કસ પ્રમાણમાં તેલ (મહત્તમ 20 મીલી પ્રતિ દિવસ)ની જરૂર પડે છે. પરંતુ તે વધુ માત્રામાં લેવાથી તેની અસર શરીરના અન્ય અંગોની સાથે ત્વચા પર પણ પડે છે. તેનાથી ત્વચા તૈલી બને છે અને તેનું પરિણામ ખીલ અને કરચલી રૂપે સામે આવે છે. તેથી આવી વધુ તેલમાં તળેલી વસ્તુઓ ખાવાનું અવોઇડ કરો. આવી વસ્તુઓ ખૂબ ઓછું પોષણ મૂલ્ય ધરાવે છે.


2. ટ્રાન્સ ફેટનું સેવન કરવું
ક્રીમ બિસ્કિટ, કૂકીઝ, કેક, પફ વગેરે જેવા પ્રોસેસ્ડ ફૂડમાં વનસ્પતિ ઘી અથવા માર્જરિન (કૃત્રિમ માખણ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ બંનેમાં ટ્રાન્સ ફેટ હોય છે. ટ્રાન્સ ફેટથી સ્ટ્રોક અને હાર્ટ અટેક આવવાનું જોખમ તો વધે જ છે. પરંતુ સાથે શરીરના હોર્મોન્સમાં પણ અસંતુલન ઊભું થાય છે, પરિણામે સમય કરતા વહેલાં ત્વચામાં કરચલીઓ પડે છે.


3. વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક ખાવો
આપણા શરીર માટે કાર્બોહાઇડ્રેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તે જરૂરિયાત કરતાં વધુ માત્રા લેવાથી શરીરને અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. જેમાંની એક અસર ચામડીને પણ થાય છે. ખાસ કરીને શુદ્ધ સફેદ ખાંડ, ચોખાનો લોટ, મેંદા અને પાસ્તા જેવી વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ્સ સામેલ હોય છે, જે ત્વચાને સીધી અસર કરે છે. તેનાથી ત્વચાનું તેજ ઘટે છે અને ખીલની સમસ્યા વધી જાય છે.


4. ડેરી પદાર્થોનો વધુ ઉપયોગ
જૂના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે દૂધ અને દહીં ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તે ફાયદાકારક ત્યારે જ હોઈ શકે જ્યારે તે સંપૂર્ણપણે શુદ્ધ હોય. પરંતુ આજે મોટાભાગના સ્થળોએ ડેરી ઉત્પાદનો વાણિજ્યિક ખેતી દ્વારા મળે છે, જેમાં પ્રાણીઓને હોર્મોન્સનાં ઇન્જેકશન લગાવીને તેમનું દૂધ કાઢવામાં આવે છે. તેની અસર દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરતા લોકો પર પણ પડે છે. તેનાથી શરીરમાં હોર્મોનલનું અસંતુલન થાય છે અને સમય કરતાં વહેલા ચહેરા પર કરચલીઓ પડે છે. ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. તેમાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેના પર સંપૂર્ણ આધાર ન રાખો.


5. રેડ મીટ અને આલ્કોહોલ
લાલ માંસમાં સેચ્યૂરેટેડ ચરબીની માત્રા બહુ વધુ હોય છે. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે સેચ્યૂરેટેડ ફેટ હૃદય માટે જોખમી હોવાની સાથે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. ફૂડ ઈનટેકમાં રેડ મીટની માત્રા 10 ટકાથી વધુ ન હોવી જોઈએ. વધુ માત્રામાં દારૂનું સેવન પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જે લોકો રેડ મીટ અને દારૂનો ઉપયોગ કરે છે, તેમણે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

X
Avail these 5 items of skin spoiling, the body gets cracked early
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી