તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Automatic Sanitizing Mask, Phone Air Quality And Ventilation Can Be Checked From The Phone

વિશ્વનો પહેલો પારદર્શક માસ્ક:આપમેળે સેનિટાઈઝ થઈ જતો માસ્ક, ફોનથી તેમાં હવાની ક્વોલિટી અને વેન્ટિલેશન ચેક કરી શકાય છે

2 મહિનો પહેલા
  • અમેરિકાના મિશિગન સ્થિતિ રેડક્લિફ મેડિકલ ડિવાઈસ કંપનીએ પારદર્શક માસ્ક બનાવ્યું, જેનું નામ લીફ રાખવામાં આવ્યું
  • માસ્કને 3 વર્ષથી વધુ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે, તેની કિંમત 3,673 રૂપિયાથી શરૂ થાય છે

અમેરિકાના મિશિગન સ્થિત રેડક્લિફ મેડિકલ ડિવાઇસ કંપનીએ પારદર્શક માસ્ક બનાવ્યો છે. તેનું નામ લીફ રાખવામાં આવ્યું છે, જેને એફીડીએ મંજૂરી આપી છે. આ માસ્ક આપમેળે સેનિટાઈઝ થઈ જાય છે. તેને 3 વર્ષથી મોટી ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. માસ્કની કિંમત 3,673 રૂપિયાથી શરૂ થાય છે. 

માસ્કની  6 વિશેષતાઓ

  • બેટરી પાવર્ડ આ માસ્કમાં અંદરનો ભાગ એન્ટિ ફોગ લેયરનો છે, જેનાથી આ માસ્ક હંમેશાં ચોખ્ખા દેખાતા હોય છે.
  • આ માસ્કના ત્રણ પ્રકાર છે. લીક યુવી અને લીફ પ્રોમાં યુવી-સી લાઈટ ફિલ્ટર પણ છે, જેનાથી સૂક્ષ્મજંતુઓ નાશ થઈ જાય છે એટલે કે તે આપોઅપ સેનિટાઈઝ થઈ જાય છે. 
  • એન્ટિ માઈક્રોબિયલ અને એન્ટિ-વોટર લેયરના કારણે 99.9 ટકા  સુક્ષ્મજીવાણુઓને નાશ કરવામાં સક્ષમ છે. 
  • તેમાં કાર્બન ફિલ્ટર પણ છે. તે હેન્ડ સ્ટ્રેપ અને ઈયર સ્ટ્રેપ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં હવાની અવરજવર માટે વાલ્વ પણ છે
  • એક્ઝોસ્ટ અને ઇન્ટેક વાલ્વના કલર પણ પસંદ કરી શકાય છે. માસ્કને એન્ડ્રોઈડ અને ios ફોનથી કનેક્ટ કરીને વાતાવરણમાં  હવાની ગુણવત્તા અને વેન્ટિલેશનને પણ નિયંત્રિત કરી શકાય છે. લીફને 3 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. 
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય તમારા પક્ષમાં છે. વર્તમાનમાં કરેલી મહેનતનું પૂર્ણ ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઇ ધાર્મિક સ્થળમાં સમય પસાર થશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો