ગોરી મેમને જોઈને ભારતીયોમાં એવું અજીબ આકર્ષણ ઉત્પન્ન થાય છે કે જાણે તેઓ કોઈ સેલિબ્રિટીને મળવાના હોય. દરેક કોઈ તેમની સાથે સેલ્ફી લેવા માટે આતુર થઈ જાય છે. બાળકો પણ ફોટો ક્લિક કરવામાં પાછળ નથી. તેમજ વિદેશી લોકો પણ ઈન્ડિયન કલ્ચરથી એવા એટ્રેક્ટ થાય છે લોકોની ભીડ પણ તેમને તહેવારથી ઓછી નથી લાગતી.
વ્હાઈટ વુમનને ક્યારેક ક્યારેક વીઆઈપીની જેમ પણ જોવામાં આવે છે, પછી ભલે તે કોઈ રેસ્ટોરાંમાં હોય અથવા લગ્ન. એટલે સુધી કે ઘણી વખત તેઓ સામાન્ય ભારતીઓ માટે એટલા જરૂરી બની જાય છે કે તેઓ જ માત્ર પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં રેડિટ પર r/IndianDankMemes દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં સેલિયા વોઈવોડિચ નામની એક ઓસ્ટ્રેલિયાની મહિલા મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પર ગઈ જ્યાં તેની સાથે સેલ્ફી લેવા અને ફોટો પડાવવા માટે કેટલાક પુરુષોની ભીડ જમા થઈ ગઈ. એટલે સુધી કે લોકો તેને રોકીને તેના ખભા પર હાથ રાખીને ફોટો ક્લિક કરાવી રહ્યા છે. જો કે, આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમજ વીડિયોમાં વોઈવોડિચ પણ આ બધાથી ખુશ થતી જોવા મળી રહી છે. તે એક વ્યક્તિને કહે છે તમે મને એક ફોટોના 100 રૂપિયા આપો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.