તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Australian Young Boy Apply Hair Removal Cream Instead Of Shaving Form On Face, Lose Eyebrows And Scalp Hair

ભૂલ ભારે પડી:ઓસ્ટ્રેલિયાના યુવકે ચહેરા પર શેવિંગ ફૉમને બદલે હેર રિમૂવિંગ ક્રીમ લગાવી દીધી, આઈબ્રો અને માથાના વાળ ગુમાવવાનો વારો આવ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટલની અદલાબદલી થતાં રોનાલ્ડ નામના યુવકે આ ભૂલ કરી
  • શેવિંગ ફૉમને બદલે હેર રિમૂવિંગ ક્રીમ લગાવી દેતાં આખા ચહેરા પર તેને બળતરાં થવા લાગી

એક નાની એવી ભૂલ કેવી ભારે પડી શકે છે તેનો કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના 22 વર્ષીય યુવાને શેવિંગ ફૉમને બદલે તેના આખા ચહેરા પર હેર રિમૂવિંગ ક્રીમ લગાવી દીધી. તેના લીધે તેના માથાના વાળ અને આઈબ્રો ગુમાવવા પડ્યા છે.

રોનાલ્ડ વોકર નામના યુવક સાથે આ દુર્ઘટના તેની નાની ભૂલને કારણ બની છે. શેવિંગ દરમિયાન રોનાલ્ડ શેવિંગ ફૉમની બોટલ શોધી રહ્યો હતો. તેને બદલે તેના હાથમાં હેર રિમૂવિંગ ક્રીમની બોટલ આવી ગઈ. રોનાલ્ડને ખયાલના આવ્યો કે આ કોઈ બીજી બોટલ છે. રોનાલ્ડે આખા ચહેરા પર શેવિંગ ફૉમ સમજીને હેર રિમૂવિંગ ક્રીમ લગાવી દીધી.

રોનાલ્ડ જણાવે છે કે મને પહેલાં ક્યારેય ખબર નહોતી કે શેવિંગ ક્રીમ અને હેર રિમૂવલ ક્રીમમાં શું ફરક હોય પરંતુ હવે તે મને એકદમ સમજાઈ ગયો છે. ભૂલથી હેર રિમૂવિંગ ક્રીમ આખા ચહેરા પર લગાવ્યા બાદ રોનાલ્ડને બળતરાં થવા લાગી. રોનાલ્ડે તેના ભાઈને ફોટો સેન્ડ કરીને સ્થિતિ દર્શાવી. રોનાલ્ડના ભાઈએ કહ્યું કે આ તો હેર રિમૂવિંગ ક્રીમ છે શેવિંગ ફૉમ નહિ.

હેર રિમૂવિંગ ક્રીમને લીધે અડધી આઈબ્રો ખોઈ નાખી
હેર રિમૂવિંગ ક્રીમને લીધે અડધી આઈબ્રો ખોઈ નાખી

ભૂલને કારણ રોનાલ્ડનો આખો ચહેરો લાલ થઈ ગયો હતો. જોકે તેની મૂછ અને દાઢી નહોતી એટલે રોનાલ્ડને એટલો પછતાવો ન થયો. ભૂલને કારણે તેની આઈબ્રો હવે પહેલાં જેવી રહી નથી. તેની આઈબ્રોના અડધા વાળ ગાયબ થઈ ગયા અને કપાળના થોડા વાળ પણ તેને ગુમાવવા પડ્યા છે.

રોનાલ્ડનો જૂનો ફોટો
રોનાલ્ડનો જૂનો ફોટો

તેની ભૂલને લીધે આઈબ્રો અને માથાના વાળ ગુમાવ્યા બાદ રોનાલ્ડે ઓફિસ જવાનું બંધ ન કર્યું. રોનાલ્ડ કહે છે કે તેની મૂછ અને દાઢી નહોતી એટલે કોઈને ખાસ ખબર નહિ પડે. જોકે રોનાલ્ડે ફન માટે તેના સોશિયલ મીડિયા પર આ કિસ્સાની પોસ્ટ કરતી હતી. તે રાતોરાત વાઈરલ થતાં રોનાલ્ડ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...