• Gujarati News
  • Lifestyle
  • Australian Girl Breaks Up With Her Partner And Marries Herself, Says Patricia, 'Learn To Love Yourself Instead Of Finding Love In Others'

સેલ્ફ લવ:ઓસ્ટ્રેલિયાની યુવતીએ તેના પાર્ટનર સાથે સગાઈ તોડીને પોતાની સાથે લગ્ન કર્યા, પેટ્રિકાએ કહ્યું, ‘બીજામાં પ્રેમ શોધવાને બદલે પોતાને પ્રેમ કરતા શીખો’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટ્રિકાની સગાઈ 8 વર્ષ પહેલાં તૂટી ગઈ હતી - Divya Bhaskar
પેટ્રિકાની સગાઈ 8 વર્ષ પહેલાં તૂટી ગઈ હતી
  • પેટ્રિકાએ ગયા વર્ષે ખાસ મિત્રોની હાજરીમાં માત્ર 5000 રૂપિયા ખર્ચી મેરેજ કર્યા
  • સગાઈ તૂટ્યા પછી પેટ્રિકાએ ‘સેલ્ફ લવ’ને વધારે મહત્ત્વ આપ્યું

દરેક કપલના જીવનમાં વેડિંગ ડે ખાસ હોય છે. યુવક-યુવતી એકબીજા સાથે લગ્ન કર્યા પછી પાર્ટનર બનીને આખી જિંદગી સાથે રહે છે. ઘણા લોકો લગ્ન કરવાને બદલે આખી જિંદગી એકલા રહેવાનું પસંદ કરે છે પણ ઓસ્ટ્રેલિયામાં એક યુવતીએ પોતાના સાથે જ લગ્ન કર્યા છે. આ મહિલાએ સેલ્ફ લવને મહત્ત્વ આપી તેના પાર્ટનર સાથે સગાઈ તોડી અને ઓછા ખર્ચે પોતાની સાથે જ લગ્ન કર્યા.

જોઈએ એવો છોકરો ના મળતા પોતાની સાથે મેરેજ કર્યા
પેટ્રિકા ક્રિસ્ટિનને ઘરેથી લોકો લગ્ન કરવા માટે ફોર્સ કરતા હતા. તેના પરિવારનું કહેવું હતું કે, 30 વર્ષ પહેલાં લગ્ન કરી લેવા જોઈએ. પેટ્રિકાની સગાઈ 8 વર્ષ પહેલાં તૂટી ગઈ હતી. એ પછી તે તેના માટે પાર્ટનર શોધી રહી હતી પણ તેને જોઈએ તેવો છોકરો ક્યાંય ના મળ્યો આથી પેટ્રિકાએ ગયા વર્ષે ખુશીથી પોતાના સાથે જ લગ્ન કર્યા.

લગ્ન પાછળ વધારે રૂપિયાનો ધુમાડો ના કર્યો
સિડની શહેરમાં રહેતી પેટ્રિકાએ ગયા વર્ષે ખાસ મિત્રોની હાજરીમાં માત્ર 5000 રૂપિયા ખર્ચી મેરેજ કર્યા. પેટ્રિકાને વેડિંગ ડે પર ધુમાડો કરવો નહોતો. વેડિંગ ડ્રેસ, વેડિંગ રિંગ અને ફ્લાવર્સ પાછળ માત્ર 5000 રૂપિયા ખર્ચ્યા.

સેલ્ફ લવને મહત્ત્વ આપવાનું કહ્યું
30 મિનિટની વેડિંગ સેરેમનીમાં પેટ્રિકાએ સેલ્ફ લવ બાબતે સ્પીચ આપી. તેના એક-એક શબ્દએ હાજર રહેલા દરેકના દિલ જીતી લીધા. પેટ્રિકાને આશા છે કે, અન્ય યુવતીઓ પણ કોઈ બીજી વ્યક્તિમાં પ્રેમ શોધી દુઃખી અને રિલેશનશિપમાં સ્ટેટસમાં ફસાવવાને બદલે સેલ્ફ લવને પ્રાધાન્ય આપશે.

અન્ય વ્યક્તિમાં પ્રેમ શોધવાને બદલે આપણે પોતાને પ્રેમ કરવાનું શરુ કરવું જોઈએ
પેટ્રિકાએ ન્યૂઝ એજન્સી મિરર સાથે વાતચીત દરમિયાન કર્યું કે, ‘હું સામાજિક આશાઓને નકારવા માગતી હતી. હું મહિલાઓને કહેવા માગું છું કે સૌથી મહત્ત્વની રિલેશનશિપ આપણી પોતાના સાથેની હોય છે. આ રિલેશનશિપથી ક્યારેય દુઃખી નહીં થાઓ. આપણે લાઈફટાઈમ એવી વ્યક્તિની શોધીએ છીએ જે આખી જિંદગી આપણી સાથે રહે. અન્ય વ્યક્તિમાં પ્રેમ શોધવાને બદલે આપણે પોતાને પ્રેમ કરવાનું શરુ કરવું જોઈએ.’

‘I said YES...to myself’
વેડિંગ સેરેમની પૂરી થયા પછી પેટ્રિકા તેની મિત્રો સાથે પિકનિક પર ગઈ હતી. પેટ્રિકાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું, I said YES...to myself. અત્યારે ભલે પેટ્રિકા પોતાના સાથે જ મેરેજ કર્યા પણ તેને લીધે તે કોઈ યુવકને મળવાનું બંધ નહીં કરી દે, પણ હાલ તે પોતાના પર ફોકસ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...