તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:પોલીસને ઘરમાં ઘુસણખોરીની ફરિયાદ મળી, તપાસમાં ગુનેગાર બકરો નીકળતાં તેને એરેસ્ટ કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફરિયાદીની ઘરની બહાર આંટાફેરા મારી રહેલા બકરાને સ્થાનિક પોલીસે એરેસ્ટ કર્યો, ત્યારબાદ તેને નજરબંધ રાખવાની શરતે માલિકને સોંપી દેવાયો - Divya Bhaskar
ફરિયાદીની ઘરની બહાર આંટાફેરા મારી રહેલા બકરાને સ્થાનિક પોલીસે એરેસ્ટ કર્યો, ત્યારબાદ તેને નજરબંધ રાખવાની શરતે માલિકને સોંપી દેવાયો
  • કેલઅમેરિકાના ગ્રીનવિલેના પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બકરાના એરેસ્ટની વાત જણાવી
  • પોલીસે બકરાને નજરબંધ રાખવાની શરતે માલિકને પરત કર્યો

ઘરમાં પરમિશન વગર એન્ટ્રી લેવાને કારણે અત્યાર સુધી ચોરને પોલીસે એરેસ્ટ કર્યા હોય તેવા તમે અઢળક કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ઘર માલિકની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં એન્ટ્રી કરવા માટે બકરો એરેસ્ટ થયો હોય. જી હા આવી વિચિત્ર ઘટના અમેરિકાના ગ્રીનવિલેમાં સામે આવી છે. પોલીસે આ બકરાને ઘરમાં એન્ટ્રીના પ્રયાસ કરવાના ગુના માટે એરેસ્ટ કર્યો છે.

આ ઘટના ગ્રીનવિલેમાં ગત મંગળવારે બની હતી. આ સમગ્ર ઘટના ત્યારે ચર્ચાનું કેન્દ્ર બની જ્યારે ગ્રીનવિલે પોલીસ ડિપાર્ટમેન્ટે તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી. ત્યારબાદ ઈન્ટરનેટ પર આ બકરાનું એરેસ્ટ ટોક ઓફ ધ ટાઉન બન્યું.

પોલીસે બકરાને એરેસ્ટ કરતાં હાંશકારો લીધો
લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, તેમને ઘરમાં પરવાનગી વગર કોઈએ એન્ટ્રી લીધી હોય તેની ફરિયાદ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને જોયું તો આ બકરો ઘરની આસપાસ મોજ માણી રહ્યો હતો. આ બકરાનું નામ 'બિલી' છે. લોકલ પોલીસે હાંશકારો લીધો કે બિલી પકડાઈ ગયો અને હવે તે કોઈના માટે જોખમકારક નહિ બને.

નજરબંધ રાખવાની શરતે માલિક બકરાને ઘરે લઈ ગયો
બકરાને એરેસ્ટ કર્યા બાદ તેને શહેરના એનિમલ શેલ્ટર હાઉસમાં લઈ જવામાં આવ્યો હતો. તેના થોડા કલાકો બાદ જ તેના માલિકે આવી તેને છોડાવ્યો હતો. પરંતુ નવાઈની વાત એ હતી કે પોલીસે તેને ઘરે નજરબંધ રાખવાની શરતે છોડી મૂક્યો હતો.

પોલીસ ડિપાર્ટમેન્ટે બકરાનો ફોટો પોસ્ટ કર્યો હતો તેમાં તેની આસપાસ ફ્રેન્ચ ફ્રાઈઝ જોવા મળી હતી. તેને જોઈને યુઝરે ફની કમેન્ટ્સ કરી હતી. બકરાની ક્યુટનેસ જોઈને કેટલાક યુઝર તો તેને અડોપ્ટ કરવા પણ તૈયાર થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો