તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • At The Time Of The Child's Birth The Husband Went On A Visit To McDonald's, The Woman Made The Husband An Ex husband

આશ્ચર્યમ્:બાળકનાં જન્મ સમયે પતિ મેકડોનલ્ડ્સની વિઝિટ પર ગયો, મહિલાએ પતિને પૂર્વ પતિ બનાવી દીધો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અથોમ નામની મહિલા લેબર રૂમમાં હતી અને તેનો પતિ મેકડોનલ્ડ્સની મજા માણી રહ્યો હતો
  • વેટિંગ રૂમમાં પતિએ પોતાની ઊંઘ પણ પૂરી કરી લીધી
  • પતિનો પ્રેમ ન મળતાં મહિલાએ તેને પૂર્વ પતિ બનાવ્યો

દંપતી માટે સૌથી ખુશીનો સમય બાળકનાં જન્મનો હોય છે. બાળકને જન્મ આપતાં સમયે પતિ પત્નીને સપોર્ટ કરવા અડીખમ ઊભો હોય છે, પરંતુ અથોમ નામની મહિલાના પતિને આ ખુશીમાં કોઈ રસ નહોતો. તેની પત્ની તેમનાં બાળકને જન્મ આપવા જઈ રહી હતી તે સમયે તે મેકડોનલ્ડ્સ જઈને પોતાની ભૂખ શાંત કરી રહ્યો હતો.

ઓથોમે સોશિયલ મીડિયા પર તેની વેદના શેર કરતાં કહ્યું છે કે, તે હોસ્પિટલમાં લેબર રૂમમાં હતી અને તેનો પતિ મેકડોનલ્ડ્સની વિઝિટ માટે જતો રહ્યો. પોતાની પત્નીની પીડામાં ઊભા પગે ઊભા રહી તેને સાંત્વના આપવાને બદલે આ મહિલાનો પતિ લેબર રૂમમાં તેની સામે મેકડોનલ્ડની વાનગીની મજા મણી રહ્યો હતો.

પોતાનું દુ:ખ સોશિયલ મીડિયા પર શેર કરતી અથોમ
પોતાનું દુ:ખ સોશિયલ મીડિયા પર શેર કરતી અથોમ

મહિલાની C સેક્શન સર્જરી થવાની હતી. તેથી ડૉક્ટરે તેને કશું જ ખાવા પીવાની મનાઈ ફરમાવી હતી. તેની સામે પતિ મેકડોનલ્ડ્સની વાનગી ઝાપટી રહ્યો હતો. તે જોઈને મહિલાને ગણી ઠેસ પહોંતી હતી.

પત્ની લેબર રૂમમાં હતી અને પતિ વેટિંગ રૂમમાં સૂઈ ગયો
આટલું જ નહિ પત્ની લેબર રૂમમાં હોવા છતાં તેનો પતિ વેટિંગ રૂમમાં જઈને સૂઈ ગયો હતો. ડિલિવરી સમયે મહિલાના પતિએ ભલે સાથ ન આપ્યો હોય પરંતુ તેના પિતાની હાજરી હતી. આ વાતથી મહિલા ખૂબ ખુશ થઈ હતી.

ધાર્યો પ્રેમ ન મળતાં મહિલાએ પતિને પૂર્વ પતિ બનાવી દીધો
મહિલાએ જણાવ્યું કે તેનો પતિ હવે પૂર્વ પતિ છે. ડિલિવરી સમયે બંને સાથે નહોતા. બંનેએ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 14 મહિનાનું લગ્નજીવન પસાર કર્યું હતું. અથોમના પતિએ તેને જણાવ્યું કે હવે તે અથોમને પ્રેમ કરતો નથી. તેથી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

અન્ય સમાચારો પણ છે...