જો તમે બોલિવૂડ ફિલ્મ 'વિકી ડોનર' જોઈ છે, તો સ્પર્મ ડોનર વિશે તમે જરૂરથી સાંભળ્યું હશે. આયુષ્માન ખુરાના અભિનીત આ ફિલ્મની જેમ બ્રિટનમાં 37 વર્ષીય જેમ્સ મેક ડૉગલે પણ સ્પર્મ ડોનેટ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેમ્સના સ્પર્મથી અત્યાર સુધી 15 બાળકોનો જન્મ થયો છે.
જેમ્સે સોશિયલ મીડિયા પર જાહેરાત દ્વારા પોતાનું સ્પર્મ ડોનેટ કરવાનું કામ શરૂ કર્યું હતું. હવે તે આ રીતે જન્મેલા કેટલાક બાળકોના કાયદેસર પિતા બનવા માગે છે. યુનાઈડેટ કિંગડમમાં 37 વર્ષીય જેમ્સ મેક ડૉગલે સોશિયલ મીડિયા પેજ પર સ્પર્મ ડોનેશનનું કાર્ય લગભગ ત્રણ વર્ષ પહેલા શરૂ કર્યું હતું.
પરંતુ હવે જાણવા મળ્યું છે કે તે ફ્રેઝાઈલ X સિન્ડ્રોમથી પીડિત હોવા છતાં પ્રાઈવેટ સ્પર્મ ડોનેશનનું કામ કરી રહ્યો હતો.
ફ્રેઝાઈલ એક્સ સિંડ્રોમ શું છે?
ફ્રેઝાઈલ એક્સ સિન્ડ્રોમ અથવા એફએક્સએસ એક દુલર્ભ વારસાગત સ્થિતિ છે, જે બાળકોના અભ્યાસ અને વ્યવહાર પર અસર કરે છે અને જેનાથી બાળકોમાં ઓટિઝ્મ, અટેન્શનનો અભાવ જેવી સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાની કોઈ સારવાર નથી.
ફેમિલી કોર્ટમાં કેસ દાખલ
જેમ્સ મેક ડૉગલના સ્પર્મ ડોનેટ કરવાનો કેસ યુનાઈટેડ કિંગડમની ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ખુલાસો થયો છે કે જેમ્સ મેક ડૉગલ પોતાના સ્પર્મ ડોનેટથી 15 બાળકોનો પિતા બની ગયો છે.
બાળકોની માતાઓએ વિરોધ કર્યો
જો કે, જેમ્સ મેક ડૉગલે કરાર પર હસ્તાક્ષર કર્યા વિના ક્યારેય કોઈ બાળકનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ હવે મેક ડૉગલે કોર્ટ પાસેથી 4 બાળકોની સાથે સમય પસાર કરવા માટે પરવાનગી માગી છે, જ્યારે આવા ત્રણ બાળકોની માતાઓએ મેક ડૉગલના આ પગલાનો વિરોધ કર્યો છે.
કોર્ટે નિર્ણયને સુરક્ષિત રાખ્યો
હવે ડર્બી સ્થિત કોર્ટની એક મહિલા જજ જસ્ટિસ લિવેને ચુકાદો આપ્યો કે, તેણે બાળકો માટે વાલીપણાની જવાબદારી સ્વીકારવી જોઈએ નહીં કેમ કે તેનાથી તેને નુકસાન થશે. મહિલા જજ જસ્ટિસ લિવેને આગળ જણાવ્યું કે, જ્યારથી મેક ડૉગલે લેસ્બિયન માટે સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત કરી છે, તેના પછી મેક ડૉગલના બાળકો 3 વર્ષ અને તેનાથી ઓછી વયના થઈ ચૂક્યા છે.
મેક ડૉગલને ખબર હોવા છતાં કે તે ફ્રાઝાઈલ એક્સ સિન્ડ્રોમથી પીડિત છે તેમ છતાં પણ ક્લિનિક સારવાર ન કરાવી. હવે મહિલા જજે નિર્ણય ત્યાર સુધી અનામત રાખ્યો છે જ્યાં સુધી સોશિયલ સર્વિસિસમાંથી રિપોર્ટ ન આવી જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.