બોલિવુડની ફેમસ મેકઅપ આર્ટિસ્ટ ઓજસ રાજાણીએ અનેકો સેલેબ્સના મેકઓવરનું કામ કર્યું છે. બોલિવુડ નહિ હોલિવુડમાં જેનિફર લોપેઝનો પણ મેકઅપ તે કરી ચૂકી છે. અત્યારે 'નેમ' અને 'ફેમ' મેળવનાર ઓજસે જીવનમાં અનેકો સંઘર્ષનો સામનો કર્યો છે. 'ગે' હોવાને કારણે પહેલાં લોકો તેની ખૂબ મજાક ઉડાવતા હતા આજે ઓજસે એવી નામના મેળવી કે એ જ લોકો તેના વખાણ કરી રહ્યા છે.
ઓજસ એશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, કરીના કપૂર, દીપિકા પાદુકોણ સહિતની એક્ટ્રેસનો મેકઅપ કરી ચૂકી છે. મેકઅપ આર્ટિસ્ટ પહેલાં ઓજસ એક CA હતી. CAથી કેવી રીતે ઓજસ ફેમસ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ આવો જાણીએ...
CAની જોબમાં મન ન લાગ્યું
બાળપણથી જ ઓજસ કંઈક એવું કરવા માગતી હતી કે તેને નેમ અને ફેમ બંને મળે. પોતાના મેકઅપનો શોખ પિતાને જણાવતા પહેલાં પિતાઆ આ ફીલ્ડમાં કરિયર બનાવવાની ઘસીને ના પાડી દીધી. પિતાની મરજી પ્રમાણે તેણે CA કર્યું અને જોબ કરવા લાગી, પરંતુ તેનું મન આ કામમાં લાગ્યું નહિ અને નોકરી છોડી દીધી.
ઓજસના પિતાએ તેને 7 દિવસનો સમય આપ્યો અને તે કઈ ફીલ્ડમાં કરિયર બનાવવા માગે છે તે વિચારવા કહ્યું. તે સમયે ઓજસે મન મનાવી લીધું કે તે કરિયર તો મેકઅપ આર્ટિસ્ટ તરીકે જ બનાવશે. નોકરી છોડ્યા બાદ ઓજસ અમેરિકામાં ગઈ અને મેકઅપ અને હેર સ્ટાઈલિંગનો કોર્સ કર્યો. તે એ હદે એક્સપર્ટ બની ગઈ કે 6 મહિના પછી તેણે અમેરિકાના બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અને બૅ વોચ શૉમાં મેકઅપનું કામ શરુ કરી દીધું. ઈવન કરિયરના શરૂઆતના ફેઝમાં જ તેને જેનિફર લોપેઝનો મેકઅપ કરવાની તક મળી.
માતા ઈચ્છતી હતી ઓજસ બદલાઈ જાય
બાળપણથી ઓજસ ગર્લિશ હતી. પેરેન્ટન્સને પહેલાં લાગતુ હતુ કે આ તેનું બાળપણ છે, પરંતુ મોટી ઉંમરે પણ તેની ટેવ ન ગઈ તો માતાને ચિંતા થવા લાગી. ઓજસની માતાએ સાઈકોલોજિસ્ટ ઈવન અંધશ્રદ્ધાનો પણ સહારો લઈ લીધો. પરંતુ ઓજસમાં કોઈ ફેરફાર ન આવતા માતાએ તેનો સ્વીકાર કરી દીધો.
26 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદ્યું
ઓજસે મેકઅપ ફીલ્ડમાં સંઘર્ષ કરી પૈસા ભેગા કર્યાં. માત્ર 26 વર્ષની ઉંમરે તેને પોતાનું ઘર ખરીદ્યું. આ સાંભળી તેની મજાક ઉડાવતાં લોકોને દાંત ખાટાં થઈ ગયા.
મોડલિંગનો શોખ
ઓજસને બાળપણથી મોડલિંગનો શોખ હતો. તે આઠમા ધોરણમાં ભણતી ત્યારથી તેણે મોડલિંગ શરૂ કર્યું. તે સમયે તેણે ટોપ મોડલ્સ સાથે કામ કર્યું. એ ટાણે તેનો ભેટો મનીષ મલ્હોત્રા સાથે થયો અને તેનાં કરિયરના શ્રીગણેશ થયાં. અમેરિકાથી મેકઅપ અને હેર આર્ટ ક્લાસ કર્યા બાદ ઓજસને નોકરી અપાવવામાં મનીષ મલ્હોત્રાએ મદદ કરી.
અમેરિકાથી પરત ફરી બોલિુવડમાં એન્ટ્રી કરી
ઓજસ 5-6 વર્ષ સુધી અમેરિકા રહી. વેકેશનાં એક વખત ભારત આવી તો તેણે ભારતમાં જ કામ મળવા લાગ્યું. ઓજસે 'રંગીલા' મૂવીમાં ઉર્મિલાનો મેકઅપ કર્યો છે. 'હાય રામા યે ક્યા હુઆ' સોન્ગમાં ઓજસનો મેકઅપ જોયા બાદ બોલિવુડમાં તેના વખાણ થવા લાગ્યા. અમેરિકામાં ઓફર મળતી હોવા છતાં તેણે ભારતમાં રહી બોલિવુડમાં જ કામ કર્યું.
એશ્વર્યા રાયે શીખવાડ્યું- હંમેશાં પોતાનું કામ આગળ રાખો
ઓજસે શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા, તારા સુતારિયા, કરીના કપૂર, કંગના રનૌત, જેકલીન, કેટરિના કૈફ સહિતની એક્ટ્રેસ સાથે કામ કર્યું છે. એશ્વર્યા રાયે ઓજસને કહ્યું હતું કે, 'તમારું નામ નહિ તમારું કામ જ બોલાય છે, તેથી કામ આગળ રાખો'. ઓજસે આ શબ્દોને મંત્ર માની મહેનત કરી અને ક્યારેય પોતાના કામને કોમ્પ્રોમાઈઝ ન થવા દીધું.
મેકઅપ એકેડમી શરૂ કરી
ઓજસ છેલ્લાં 12 વર્ષથી મેકઅપ એકેડેમી ચલાવે છે. તે પોતાની ટીમ સાથે મેકઅપ અને હેર સ્ટાઈલિંગ શીખવાડે છે. ઓજસને બ્રાઈડલ મેકઅપનો શોખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.