તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • At Least 28 Novel Viruses Are Discovered In 15,000 Year Old Ice From A Tibetan Glacier That Are 'unlike Any That Have Been Catalogued To Date'

22 હજાર ફૂટ ઊંચાઈએ વાઈરસ:તિબેટના ગ્લેશિયર પર 15 હજાર વર્ષ જૂના બરફમાં 28 અજાણ્યા વાઈરસ મળી આવ્યા, વૈજ્ઞાનિકોએ કહ્યું- તે અત્યંત ખરાબ સ્થિતિમાં પણ જીવિત રહી શકે છે

8 દિવસ પહેલા
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને સમુદ્ર સપાટીથી 22 હજાર ફૂટ ઊંચાઈએ કુલ 33 વાઈરસ મળી આવ્યા
  • અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પશ્ચિમ કુનકુલ શાનના ગુલિયા આઈસ કેપના બરફનું એનાલિસિસ કર્યું
  • કુલ 33માંથી 28 એવા વાઈરસ હતા જે નવા હતા અને પ્રથમ વખત જોવામાં આવ્યા હતા

તિબેટના ગ્લેશિયરમાં 15 હજાર વર્ષ જૂના બરફમાં 33 વાઈરસ મળી આવ્યા છે. તેમાંથી 28 એવા નવા વાઈરસ છે જેનાથી વૈજ્ઞાનિકો પણ અજાણ છે. રિસર્ચ કરનારી અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે બરફમાંથી વાઈરસ મળ્યા છે તે 15 હજાર વર્ષ પહેલાં બન્યો હતો.

આ બરફ પશ્ચિમ કુનકુલ શાનના ગુલિયા આઈસ કેપથી લેવામાં આવ્યો તે તિબેટનો ઉચ્ચપ્રદેશ છે. વાઈરસની તપાસ બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તે માટી અથવા છોડમાંથી મળી આવે છે.

વાઈરસની શોધ કરનાર ટીમનું કહેવું છે કે, વૈજ્ઞાનિકોની મદદથી એ જાણવાના પ્રયાસ કરવામાં આવશે કે આ વાઈરસ આટલા શતકો સુધી કેવી રીતે જીવિત રહી શક્યા. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક ઝી પિંગ ઝોન્ગનું કહેવું છે કે, આ રિસર્ચ માઈક્રોબાયોલિજસ્ટ અને પુરાજળવાયુ નિષ્ણાતોએ મળીને કર્યું છે.

આ રીતે બરફમાં પહોંચ્યા વાઈરસ

  • રિસર્ચર ઝોન્ગનું કહેવું છે કે, ગુલિયા આઈસ કેપથી સંશોધકે વર્ષ 2015માં 2 સેમ્પલ લીધા. સેમ્પલવાળો ભાગ સમુદ્ર સપાટીએથી 22 હજાર ફૂટ ઉપર હતો.
  • આ ગ્લેશિયર ધીરે ધીરે બને છે. તેના બનવાની પ્રક્રિયામાં ગેસ, ધૂળ-માટી અને ઘણા પ્રકારના વાઈરસ બરફમાં ભેગા થાય છે.
  • દર વર્ષે અહીં બરફના લેયર બનતાં ગયાં. આ લેયરની મદદથી વૈજ્ઞાનિકોને પર્યાવરણ, જળવાયુ અને સુક્ષ્મ જીવોને સમજવામમાં મદદ મળી.
ગ્લેશિયરના સેમ્પલમાં નવાં વાઈરસનું એનાલિસિસ કરતી ટીમ
ગ્લેશિયરના સેમ્પલમાં નવાં વાઈરસનું એનાલિસિસ કરતી ટીમ

અત્યંત કપરી સ્થિતિમાં પણ સર્વાઈવ કરી શકે છે
સેમ્પલ્સમાં રહેલા 33 વાઈરસના જિનેટિક કોડનું એનાલિસિસ કરવામાં આવ્યું. તેમાંથી 28 એવા હતા જે નવા હતા અને પ્રથમ વખત જોવામાં આવ્યા હતા. અન્ય એવા વાઈરસ હતા જે સામાન્ય રીતે બેક્ટેરિયાને સંક્રમિત કરે છે. માઈક્રોબાયોલિજસ્ટ મેથ્યુ સલ્લિવનનું કહેવું છે કે, તેના જિનેટિક કોડથી માલુમ પડ્યું છે કે આ વાઈરસ અત્યંત કપરી સ્થિતિમાં પણ જીવિત રહી શકે છે.

સંશોધકોનું કહેવું છે કે, હાલ પશ્ચિમી ચીનના ગ્લેશિયરનું સંપૂર્ણ રીતે રિસર્ચ કરાયું નથી. અમારું લક્ષ્ય એ જાણવાનું હતું કે પહેલાં અહીં પર્યાવરણ કેવું હતું અને વાઈરસ પણ આ જ સ્થિતિના ભાગ હતા.