• Gujarati News
  • Lifestyle
  • At Just 23 Years Old, The Young Lady Got 23 Jobs, Worked In Different Places And Now Opened Her Own Marketing Agency

ટેલેન્ટેડ ગર્લ:માત્ર 23 વર્ષની ઉંમરમાં યુવતીને 23 નોકરી મળી, અલગ-અલગ જગ્યાએ કામ કરી હવે પોતાની માર્કેટિંગ એજન્સી ખોલી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે બેકર, મોડલ, ફિટનેસ ટ્રેનર, આઈસ્ક્રીમ સેલરનું પણ કામ કરી ચૂકી છે
  • તેને ઈંગ્લિશ, રશિયન, ડચ અને ઇટાલિયન બોલતા અને લખતા આવડે છે

લંડનમાં રહેતી 23 વર્ષની યુવતીએ 23 જગ્યાએ નોકરી કરી. ક્યારેક તે આઈસ્ક્રીમ વેચતી તો ક્યારેક બેકરીમાં કેક બનાવતી. હવે તેને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. લંડનમાં રહેતી આ ટેલેન્ટેડ યુવતીનું નામ અનાસ્તાસિયા છે. તે લંડનના Ace Influencer નામની માર્કેટિંગ એજન્સીની CEO અને ફાઉન્ડર છે.

હવે લોકોને નોકરીની ટિપ્સ આપે છે
પોતાની કંપની શરૂ કરતા પહેલા તેણે 23 જગ્યાએ કામ કર્યું છે. તે બેકર, મોડલ, ફિટનેસ ટ્રેનર, આઈસ્ક્રીમ સેલરનું પણ કામ કરી ચૂકી છે. સારી વાત એ છે કે આ યુવતીને કોઈપણ નોકરીમાંથી કાઢી નથી મૂકવામાં આવી, તેને જાતે જ રાજીનામું આપ્યું છે. તેણે ઘણી જગ્યાએ કામ કર્યું છે અને હવે તે લોકોને જોબ વિશે ટિપ્સ આપે છે.

ચાર ભાષાઓ આવડે છે
તે જણાવે છે કે હું 16 વર્ષની ઉંમરથી કામ કરી રહી છું. તે સમયે મને કામ નહોતું આડતું એટલા માટે ઘણી વખત મેં ગડબડી કરી છે. ડીશવોશર અને વેઈટ્રેસનું પણ કામ કર્યું. કામ સિવાય તેણે ચાર ભાષાઓનું જ્ઞાન છે. તેને ઈંગ્લિશ, રશિયન, ડચ અને ઇટાલિયન બોલતા અને લખતા આવડે છે. તેણે એક્ટિંગ અને મોડલિંગમાં પણ કામ કર્યું છે.

કંઈક નવું ટ્રાય કરવાથી ડરવું ન જોઈએ
આસ્તાનિયા જણાવે છે કે, હું કોઈપણ કામને ઝડપથી શીખી લઉં છું. 23 વર્ષની થઈ ત્યારે મને અહેસાસ થયો કે હું મારી પોતાની બેકરી ખોલી શકું છું. હું લોકોને કહેવા માગુ છું કે હંમેશાં તમારા મનની સાંભળો. કંઈક નવું ટ્રાય કરવાથી ડરવું ન જોઈએ. તમારા સપનાને પૂરા કરો.

અન્ય સમાચારો પણ છે...