તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબજોપતિ બાળક:ફક્ત 10 વર્ષની ઉંમરે આ છોકરો દર મહિને 18 કરોડ રૂપિયા કમાય છે, જાણો કેવી રીતે...

2 મહિનો પહેલા
વર્ષ 2015માં રાયન કાઝીએ પોતાની ડિજિટલ કરિયારની શરૂઆત કરી હતી.
  • માત્ર 10 વર્ષના આ બાળકે થોડા વર્ષો પહેલા ડિજિટલ કરિયરની શરૂઆત કરી હતી
  • વર્ષ 2018, 2019 અને 2020માં પણ યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર હતો
  • રાયનના સૌથી લોકપ્રિય વીડિયોને અત્યાર સુધી 2 અબજ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા

આજના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ એટલું શક્તિશાળી બની ગયું છે કે ઘણી રીતે આ પ્લેટફોર્મ પરંપરાગત કરિયરને પાછળ છોડી દીધી છે. તેનું ઉદાહરણ રાયન કાજી છે. માત્ર 10 વર્ષના આ બાળકે થોડા વર્ષો પહેલા ડિજિટલ કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે અબજો રૂપિયાનો માલિક છે.

વર્ષ 2015માં રાયન કાઝીએ પોતાની યુટ્યુબ કરિયરની શરૂઆત કરી હતી. રાયને યુટ્યુબ પર રમકડાના રિવ્યુ વીડિયો જોવાની શરૂઆત કરી હતી. તેને આ રિવ્યુ જોઈને પોતાની માતા કહ્યું હતું કે જ્યારે બધા બાળકો યુટ્યુબ પર છે જો હું અહીં શું કરી રહ્યો છું?. ત્યારબાદ આ બાળકની ડિજિટલ યાત્રા શરૂ થઈ ગઈ હતી.

અમેરિકાના ટેક્સાસમાં રહેતા રાયનાના વીડિયો રિવ્યુની રીત લોકોને પસંદ આવવા લાગી અને તેની ફેન ફોલોવિંગ વધવા લાગી. રાયનની લોકપ્રિયતા ત્રણ વર્ષ બાદ ટોચ પર પહોંચી ગઈ અને તે વર્ષ 2018, 2019 અને 2020માં પણ યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર હતો.

મહિને લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરે
રાયન કાઝી યુટ્યુબ પર રમકડાં અને ગેમ્સને અનબોક્સ કરે છે અને તેનું રિવ્યુ કરે છે. ગત વર્ષે માત્ર યુટ્યુબથી 29.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 221 કરોડની કમાણી કરી હતી. એટલે કે તે માત્ર યુટ્યુબથી દર મહિને લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

તે સિવાય વર્લ્ડ બ્રાન્ડેડ ટૉય એન્ડ ક્લોથિંગ દ્વારા પણ આ બાળકે 200 મિલિયન ડોલર એટલે કે 20 કરોડની કમાણી કરી હતી. પોતાની યુટ્યુબ ચેનલની સાથે સાથે રાયન કપડાં અને રમકડા સાથે જોડાયેલી ઘણી ડિલ્સ પણ સાઈન કરવા લાગ્યો છે.

પરિવારે તેની સરનેમ બદલીને કાઝી કરી
રાયનની સરનેમ ગુઆન છે પરંતુ તેની ઓનલાઈન લોકપ્રિયતાને જોતા પરિવારે તેની સરનેમ બદલીને કાઝી કરી દીધી. રાયનનો પરિવાર 9 યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેમાં રાયન વર્લ્ડ નામની ચેનલ સૌથી વધારે લોકપ્રિય છે. આ ચેનલ પર 40 કરોડથી વધારે સબસ્ક્રાઈબર્સ છે.

રાયન કાઝી હવે એક બ્રાન્ડ બની ગયો. તેને એક મલ્ટી મિલિયમ ડોલર ટીવી સિરીઝ નિકેલોડિયનની સાથે પણ સાઈન અપકરી છે. દુનિયાભરમાં ઘણા બાળકો ખાસ કરીને રાયનને સ્ક્રીન પર જોવા માટે તેના કન્ટેન્ટ જુએ છે અને તેના વીડિયો પર લાખો-કરોડો વ્યુ હોય છે.

રાયનના લોકપ્રિયને વીડિયોને 2 અબજ કરતાં વધુ લોકોએ જોયો
રાયનના સૌથી લોકપ્રિય વીડિયોને અત્યાર સુધી 2 અબજ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો યુટ્યુબના ઈતિહાસમાં ટોપ 50 સૌથી વધુ જોવાયેલા વીડિયો લિસ્ટમાં સામેલ છે. ​​​​​​​રાયનને તેના પરિવારનો સંપૂર્ણ સપોર્ટ છે અને હવે તે એક ચાઈલ્ડ ઈન્ફ્યુએન્જર તરીકે પોતાને સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર ચાઈલ્ડ ઈન્ફ્લુએન્સર ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે.