• Gujarati News
  • Lifestyle
  • At His Teenager's Birthday Party, His Friend Drank Rs 8000 Worth Of Vodka, Showed Him A Paddle And Demanded Money Back.

પાર્ટી ભારે પડી:ટીનેજરની બર્થ ડે પાર્ટીમાં તેની મિત્ર 8000 રૂપિયાની વોડકા પી જતા બર્થ ડે ગર્લે ચપ્પુ બતાવી પૈસા પાછા માગ્યા, 14 મહિનાની જેલ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનેડી નામની ટીનેજરને બર્થ ડે પાર્ટીનો નશો ભારે પડ્યો
  • કેનેડીએ તેની ફ્રેન્ડ લોરાને કિડનેપ કરી દારૂના પૈસા માગ્યા

ઈંગ્લેન્ડની ટીનેજરને તેના બર્થ ડે સેલિબ્રેશનના આફ્ટર ઈફેક્ટ્સને કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે. કેનેડી નામની ટીનેજર તેના ફ્રેન્ડ્સ સાથે તેનો 18મો જન્મ દિવસ ઉજવી રહી હતી. તે નશામાં એટલી ધૂત હતી કે તેણે વોડકાની બોટલ પૂરી કરવા માટે તેની મિત્રને કિડનેપ કરી તેની પાસે દારૂના પૈસા માગ્યા.

કેનેડીએ તેની ફ્રેન્ડ લોરા પર આરોપ લગાવ્યો કે £80 (આશરે 8000 રૂપિયા)ની વોડકાની બોટલ તે એકલી પી ગઈ. એટલું જ નહિ કેનેડીએ લોરા પાસેથી આ બોટલના પૈસા માગ્યા. લોરાએ પૈસા આપવાની ના પાડી તો કેનેડીએ ચાકુ વડે હુમલો કરી દીધો.

વોડકાના પૈસા લેવા માટે ચાકુ ઉપાડી લીધું
કેનેડી એ હદે નશામાં ધૂત હતી કે તેને જરાય વિચાર નહોતો આવી રહ્યો કે તેની નશાની હરકતો તેને જેલમાં ધકેલી શકે છે. લોરાએ પૈસા આપવાની ના પાડી તો કેનેડીએ 8 ઈંચના ચાકુથી લોરાને ધમકાવી.

બોટલ વડે હુમલો કર્યો
લોરાના જણાવ્યા પ્રમાણે કેનેડી એટલી ગુસ્સા અને નશામાં હતી કે તેણે પૈસા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેનેડીએ લોરાને બોટલ વડે માથુ ફોડી દેવાની પણ ધમકી આપી. આટલું જ નહિ કેનેડીએ લોરા પણ બોટલ વડે હુમલો પણ કર્યો.

આટલું જ નહિ કેનેડીએ લોરા પૈસા ન આપે ત્યાં સુધી તેને ઘરની બહાર જવાની પણ પરમિશન ન આપી. જેમ તેમ કરી લોરા કેનેડીના ઘરમાંથી ભાગી ગઈ. લોરાએ તેને કિડનેપ કર્યાની ફરિયાદ નોંધાવી પોલીસ બોલાવી.

કોર્ટમાંથી બહાર આવી રહેલી ટીનેજર કેનેડી
કોર્ટમાંથી બહાર આવી રહેલી ટીનેજર કેનેડી

મામલો કોર્ટમાં પહોંચ્યો
લોરાએ ફરિયાદ કરતાં મામલો વૉરવિક ક્રાઉન કોર્ટમાં પહોંચ્યો. કોર્ટમાં જજે કેનેડીને 14 મહિનાની જેલ, 2 વર્ષનું સસ્પેન્સ અને 60 કલાકનું અનપેઈડ કામ કરવાની સજા આપી.

અન્ય સમાચારો પણ છે...