• Gujarati News
  • Lifestyle
  • Assam's Rupajyoti Teaches Bosagaon Women How To Make Warp And Household Items From Plastic Waste, Making Women Self reliant

હોંસલો કી ઉડાન:આસામની રૂપજ્યોતિ બોસાગાંવની મહિલાઓને પ્લાસ્ટિક વેસ્ટમાંથી દોરા અને ઘરની વસ્તુઓ બનાવવાનું શીખવે છે, આ કામથી મહિલાઓ આત્મનિર્ભર બની

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપજ્યોતિ પ્લાસ્ટિક બેગથી થતા નુકસાનના પ્રત્યે પણ લોકોને જાગૃત કરી રહી છે
  • તે મહિલાઓને શીખવે છે કે રિસાઈકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કેવી રીતે આત્મનિર્ભર બની શકાય છે

આસામના ગોલાઘાટ રાજ્યમાં કાઝીરંગા નેશનલ પાર્કની નજીક બોસાગાંવમાં રૂપજ્યોતિ સાઈકિયા પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઘરમાં ઉપયોગ થતી યુટિલિટી આઈટમ્સ જેમ કે ટેબલ મેટ્સ, રનર્સ અને ચટ્ટાઈ બનાવીને પર્યાવરણની રક્ષા કરી રહી છે. તે પ્લાસ્ટિકના કારણે જમીનને થતા નુકસાનને જ નથી જોતી, પરંતુ પ્લાસ્ટિક બેગથી થતા નુકસાનના પ્રત્યે પણ લોકોને જાગૃત કરી રહી છે. તેના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકને સળગાવવું પણ યોગ્ય નથી કેમ કે તેનાથી હવાનું પ્રદૂષણ વધે છે. રૂપજ્યોતિ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક એકત્રિત કરતી નથી. તેની પાસે પ્લાસ્ટિક વેસ્ટને સૂકવવા માટે મશીન પણ નથી. પરંતુ તે પોતાના કામ માટે તે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરે છે જે ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે.

રૂપજ્યોતિએ જણાવ્યું કે, તે કેવી રીતે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ દોરી અને ઘરના કામમાં આવતી અન્ય વસ્તુ બનાવવામાં કરે છે. તે ગામના લોકોને પણ શીખવે છે કે આ વેસ્ટનો કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આમ પણ આસામમાં ભરતકામ મોટાભાગના ઘરોમાં થાય છે. અહીં મહિલાઓ પોતાના ઘરમાં બનેલા લૂમ્સ પર આ કામ કરે છે. રૂપજ્યોતિ આ મહિલાઓને શીખવે છે કે રિસાઈકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કેવી રીતે આત્મનિર્ભર બની શકાય છે. તેનાથી સારી એવી કમાણી પણ થાય છે. પર્યાવરણ બચાવવાની દિશામાં રૂપજ્યોતિ અને તેના ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ પ્રશંસનીય છે.

રૂપજ્યોતિના અનુસાર, આ કામની શરૂઆતમાં મેં ઘણા વર્કશોપ અટેન્ડ કર્યા અને પ્લાસ્ટિકમાંથી વસ્તુ બનાવવાની આખી પ્રોસેસ શીખી. પ્લાસ્ટિકના દોરા બનાવવાનું કામ કર્યા બાદ મેં નક્કી કર્યું કે આ કામને હું મારા ગામની અન્ય મહિલાઓને શીખવીશ જેથી તેઓ તેને તેમની આવકનું સાધન બનાવી શકે.