• Gujarati News
  • Lifestyle
  • Ashtanga Yoga Practitioner And Single Mother Garima Bhandari Started Learning Yoga In Search Of Peace, Today She Has A Special Identity In Health, Wellness And Yoga Sector.

યોગ દિવસ પર યોગિનીની સ્ટ્રગલ સ્ટોરી:અષ્ટાંગ યોગ પ્રેક્ટિશનર અને સિંગલ મધર ગરિમા ભંડારીએ શાંતિની શોધમાં યોગ શીખ્યા, હવે બીજાને યોગ શીખવાડે છે

5 મહિનો પહેલા
  • ગરિમા 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું
  • ઘરની આર્થિક તંગીને જોઇને તેણે નોકરી શરુ કરી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીની ફી જાતે ભરવા લાગી

પોતાની મેરિડ લાઈફથી કંટાળીને ગરિમા ભંડારીએ ડિવોર્સ લીધા અને બે બાળકોનો ઉછેર જાતે કરવાનો નિર્ણય કર્યો. ગરિમા અષ્ટાંગ યોગ પ્રેક્ટિશનરની સાથે વેલનેસ અને બ્યુટી એડવાઈઝર પણ છે. ગરિમાએ કહ્યું, આપણે સૌ મહેનતથી સફળતા મેળવી શકીએ છીએ. જો આપણે પોતાના કામોથી બીજાની જિંદગીના પ્રોબ્લેમ દૂર કરવાના પ્રયત્નો ના કરીએ તો બધું વ્યર્થ છે. લોકોને સ્વસ્થ રાખવા માટે ગરિમાએ યોગ શીખવાડવાનું શરુ કર્યું. જો કે. 37 વર્ષીય ગરિમા માટે આ બધું કરવું સરળ નહોતું.

ગરિમા 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ઘરની આર્થિક તંગીને જોઇને તેણે નોકરી શરુ કરી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીની ફી જાતે ભરવા લાગી. 22 વર્ષની ઉંમરમાં ડિપ્રેશનનો શિકાર થઈ અને છૂટાછેડા લીધા પછી પણ તેના જીવનમાં તકલીફો ઓછી ના થઈ. નાના બાળકોના ઉછેરની જવાબદારીથી લઈને બીજા અનેક ચેલેન્જ હતા.

ગરિમા યોગ શીખીને યોગ ટીચર બની
આ બધી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગરિમાએ પોતાના કરિયરને આગળ વધાર્યું અને 2013માં ઈમેજ કન્સલ્ટિંગનો કોર્સ કર્યો. ગરિમાએ પરિવારની જવાબદારી ઉપાડવા ઘણા કામ કર્યા જેમ કે મોડલિંગ અસાઈમેન્ટ, મ્યુઝિક વીડિયો અને કન્ટેન્ટ રાઈટિંગ વગેરે. સિંગલ મધર હોવાને નાતે દુનિયાના ટોણામાંથી શાંતિ મેળવવા માટે ગરિમાએ યોગ શીખવાની શરુઆત કરી. મનની શાંતિ માટે શીખેલા યોગ તેના કરિયરમાં કામમાં આવ્યા અને તે યોગ ટીચર બની.

એ પછી ગરિમાએ ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં પગ મૂક્યો અને અનેક સફળતા મેળવી. ગરિમા આજે હેલ્થ, વેલનેસ અને યોગ સેક્ટરમાં સારી એવી ઓળખ ધરાવે છે.