દેશનું ગૌરવ વધાર્યું:આશ્રિતા વી ઓલેટી ભારતની પહેલી મહિલા ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકની આશ્રિતા વી ઓલેટી ભારતની પહેલી મહિલા ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની - Divya Bhaskar
કર્ણાટકની આશ્રિતા વી ઓલેટી ભારતની પહેલી મહિલા ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની
  • આશ્રિતાએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું
  • ઈન્ડિયન મિલિટરીમાં ઈન્ડિયન એરફોર્સની પાયલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું છે

છેલ્લા ઘણા વર્ષોમાં, મહિલાઓએ ભારતના સંરક્ષણ ક્ષેત્રે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે આ જ ક્રમમાં ભારતીય વાયુસેનાની મહિલા ઓફિસર સ્ક્વાડ્રન લીડર આશ્રિતા વી ઓલેટીનું નામ પણ સામેલ થયું છે.

આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું.
આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું.

કર્ણાટકના ચામરાજનગર, કોલ્લેગલની રહેવાસી આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું. તે પોતાની બેચમાંથી એકલી મહિલા છે જેને આ કોર્સ પાસ કર્યો છે.

તે ભારતની પહેલી મહિલા ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર બની. સ્ક્વાડ્રન લીડર આશ્રિતાએ ઈન્ડિયન મિલિટરીમાં ઈન્ડિયન એરફોર્સની પાયલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું છે. ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયરની ભૂમિકા નિભાવતા પહેલા આશ્રિતા એર ક્રાફ્ટ અને એરબ્રોન સિસ્ટમનું મૂલ્યાંકન કરશે.

સેનાના અન્ય અધિકારીઓએ આશ્રિતની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવતા મેસેજ મોકલ્યા છે અને તેના આ કામની પ્રશંસા પણ કરી છે. આશ્રિતાના માતા-પિતાએ જણાવ્યું કે, 1973માં જ્યારે આ કોર્સની શરૂઆત થઈ, ત્યારથી અત્યાર સુધી તેમાં માત્ર 275 લોકો જ ગ્રેજ્યુએટ થઈ શક્યા છે. આવી સ્થિતિમાં તેમની દીકરી આ કોર્સને પાસ કરનારી પહેલી મહિલા બની છે, જે બધા માટે ગર્વની વાત છે.