સામાન્ય રીતે આપણે કોઈ પણ ઘટના હોય એકવાર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાઇરલ થઇ જાય છે. હાલમાં જ એક મહિલાની ફેસબુકની પોસ્ટ વાઇરલ થઇ રહી છે. થાઈલેન્ડની મોડલ છે જેને પોતાનો iPhone 12 Pro Maxની તસવીર શેર કરીને લખ્યું હતું કે, તે આ ફોન વેચવા ઈચ્છે છે. આ સાથે જ તેમને લખ્યું હતું કે, આ મોબાઈલ ખરીદે છે તેમને ફોનમાં રહેલી તસવીરો અને ક્લિપ્સનુઈ કલેક્શન પણ મળશે. આ જ વાંચીને લોકો આ જુના આઇફોનના લાખો રૂપિયા આપવા તૈયાર છે.
એક યુઝરે iPhone 12 Pro Maxના મોડલને 8 લાખ 60 હજાર રૂપિયા સુધીની ઓફર કરી છે. જોકે, મોડલની આ પોસ્ટ પર કેટલાક લોકોએ ફની કોમેન્ટ કરી હતી તો કેટલાકે પૂછ્યું કે શું તમે આ અંગે ગંભીર છો. ફેસબુક પર આઇફોન વેચવાની પોસ્ટ કરનાર 26 વર્ષીય મોડલનું નામ કનોકયદા 'કા-નાન' જીતમપોન છે. 18 સપ્ટેમ્બરના રોજ iPhoneની તસવીર શેર કરીને લખ્યું હતું કે, તે જૂનો આઇફોન વેચીને iPhone 14 Pro Max 128GB ખરીદવા માગે છે. મોબાઈલ સાથે અમારી તસવીરો અને વીડિયો પણ મળશે.
ફોનમાં છે તસવીરો અને વીડિયો
મહિલાએ ફેન્સને કહ્યું હતું કે, તેમના મોબાઈલમાં પહેલાથી જ કોઈપણ તસવીરો કે વીડિયો ડિલીટ નહીં કરે. મહિલાનો દાવો છે કે તેના ફોનમાં લગભગ 30,000 ફોટા અને 4,000 વીડિયો છે. જો કે, મહિલાની પોસ્ટ વાઇરલ થયા બાદ તેને 20 નવા iPhone ખરીદી શકે તેટલી ઓફર મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડની આ મોડલ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. તેને ફેસબુક પર 1,696,405 યુઝર્સ ફોલો કરે છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. પરંતુ મોડલે હજી સુધી ફોન કોઈને આપવાનું નક્કી કર્યું નથી.
આ લખાય છે ત્યાં સુધી મોડેલની આ ફેસબુક પોસ્ટ પર 72 હજારથી વધુ લાઇક્સ અને 2.2 હજાર શેર કરવામાં આવી ચુકી છે. આ સાથે જ 3 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.