તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Arundhati Kumar, Founder Of Vegan Esseries Start Up 'Seed', Inspired To Make Bags, Wallets And Clutch From Pineapple And Cactus Leaves Found During Europe Tour

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ એન આઈડિયા:યુરોપ ટૂર દરમિયાન ક્લાઈમેટ ચેન્જને લીધે સસ્ટેનેબલ ફેશન એક્સેસરીઝ બનાવવાનો વિચાર આવ્યો, હવે 'બીજ' સ્ટાર્ટ અપની ફાઉન્ડર છે અરુંધતિ કુમાર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાઈનેપલ અને કેક્ટસના પાંદડામાંથી ફેશનેબલ એક્સેસરીઝ તૈયાર કરવામાં આવે છે - Divya Bhaskar
પાઈનેપલ અને કેક્ટસના પાંદડામાંથી ફેશનેબલ એક્સેસરીઝ તૈયાર કરવામાં આવે છે
  • અરુંધતિ બેગ, વોલેટ અને ક્લચ જેવી એક્સેસરીઝ બનાવવા માટે રિસાઈકલ અને બાયોડિગ્રેડેબલ મટિરિયલનો ઉપયોગ કરે છે
  • ઈકોફ્રેન્ડલી એક્સેસરીઝને વેગ આપવા મેક્સિન કંપનીએ ડેવલપ કરેલાં નોપલ કેક્ટસ મટિરિયલનો ઉપયોગ થાય છે

અત્યાર સુધી તમે અનેક સ્ટાર્ટ અપ્સની સક્સેસ સ્ટોરી સાંભળી હશે પરંતુ મુંબઈમાં રહેતી અરુંધતિના 'બીજ' સ્ટાર્ટ અપ્સની સ્ટોરી જરા હટ કે છે. કારણ કે તેનું સ્ટાર્ટ અપ્સ સસ્ટેબલ મટિરિયલને વેગ આપે છે. તે પાઈનેપલ અને કેક્ટસના પાંદડામાંથી ફેશનેબલ એક્સેસરીઝ બનાવે છે. એક વખત યુરોપમાં વેકેશન વિતાવ્યા બાદ તેને ક્લાઈમેન્ટ ચેન્જને કારણે થતાં નુક્સાનનો અહેસાસ થયો. ત્યારે અરુંધતિને તેના સ્ટાર્ટ અપ વિશે વિચાર આવ્યો.

એક્સેસરીઝ માટે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટનો ઉપયોગ
અરુંધતિ બેગ, વોલેટ અને ક્લચ જેવી એક્સેસરીઝ બનાવવા માટે રિસાઈકલ અને બાયોડિગ્રેડેબલ મટિરિયલનો ઉપયોગ કરે છે. અરુંધતિ ઉદયપુરના તાજ લેક પેલેસ અને જયપુરના રામબાગ પેલેસમાં નોકરી કરતી હતી. અહીંથી તે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલથી અવગત થઈ. અરુંધતિ કહે છે કે રાજસ્થાને તેને હંમેશાં પ્રભાવિત કરી છે. ત્યાંના સંગીત, નૃત્ય અને ફેબ્રિકે મારા જીવન પર છાપ છોડી છે.

ઓર્ડરનું પેકિંગ પણ ઈકો ફ્રેન્ડલી કરવામાં આવે છે
ઓર્ડરનું પેકિંગ પણ ઈકો ફ્રેન્ડલી કરવામાં આવે છે
અરુંધતિ એક્સેસરીઝ માટે માત્ર ઈકો ફ્રેન્ડલી મટિરિયલનો ઉપયોગ કરે છે
અરુંધતિ એક્સેસરીઝ માટે માત્ર ઈકો ફ્રેન્ડલી મટિરિયલનો ઉપયોગ કરે છે

અરુંધતિ પોતાનો 40મો બર્થડે ઉજવ્યા બાદ યુરોપ ટ્રિપ પર ગઈ. ત્યાંના 36 ડિગ્રી ટેમ્પ્રેચરને ક્લાઈમેન્ટ ચેન્જની વાસ્તવિકતા જણાવી. ત્યારબાદ તેને ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવાનો વિચાર આવ્યો. અરુંધતિની માતા બંગાળી છે. તે ભરતનાટ્યમ ડાન્સર છે. તેમને હેન્ડલૂમ સાડી પહેરવાનો ખૂબ શોખ છે. તેથી અરુંધતિને હેન્ડલૂમ મટિરિયલની ઓળખ છે.

અરુંધતિ કો વર્કસ સાથે મળીને સ્ટાર્ટ અપ ચલાવે છે
અરુંધતિ કો વર્કસ સાથે મળીને સ્ટાર્ટ અપ ચલાવે છે

ઈકોફ્રેન્ડલી એક્સેસરીઝને વેગ આપવા માટે તેણે સ્ટાર્ટ અપમાં મેક્સિન કંપનીએ ડેવલપ કરેલું નોપલ કેક્ટસ મટિરિયલનો ઉપયોગ કર્યો. આ ખૂબ મુલાયમ લેધર હોય છે તેનો ઉપયોગ હાઈ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. આ વર્ષે અરુંધતિની યોજના મેન્સ કલેક્શન લોન્ચ કરવાની છે. તે ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ કંપનીઝના સહયોગથી પોતાની બ્રાન્ડને આગળ લઈ જવાનું સપનું જુએ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો