• Gujarati News
  • Lifestyle
  • Arunachal Pradesh's Yade Dujom Endured The Atrocities Of Her Stepmother From Childhood, But Did Not Give Up, Herself Gathered Information About Food Processing, Label Making And Preservatives And Became The Pickle Queen

હાઉસ આંત્રપ્રિન્યોરની સક્સેસ સ્ટોરી:અરુણાચલ પ્રદેશની યાદે દુજોમે બાળપણથી સાવકી માતાનાં અનેક અત્યાચાર સહન કર્યા, હાર ના માનીને પિકલ ક્વીન બની

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇટાનગર એક એવી જગ્યા છે જ્યાં બહુ ઓછી મહિલાઓ કામ કરે છે
  • અહીં યાદે એક આંત્રપ્રિન્યોર તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે

યાદે દુજોમ પિકલ ક્વીનના નામે પોતાની અલગ ઓળખ ધરાવે છે. તે જ્યારે 4 વર્ષની હતી, ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. બાળપણથી પોતાની નાની અને પારકી માતાનો ખરાબ વ્યવહાર સહન કર્યો. અનેક દુઃખ વેઠીને પણ હાર માન્યા કરતાં તેણે જીવનમાં આગળ વધવાનું વિચાર્યું. ઇટાનગર એક એવી જગ્યા છે જ્યાં બહુ ઓછી મહિલાઓ કામ કરે છે. અહીં યાદે એક આંત્રપ્રિન્યોર તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. તેની બ્રાંડ અરુણાચલ પિકલ હાઉસ પણ અથાણા માટે કસ્ટમરની પ્રથમ પસંદ બની ગયું છે.

યાદેએ કહ્યું, મારું અત્યાર સુધીનું જીવન સંઘર્ષમાં જ વીત્યું. મારી માતાનાં અવસાન પછી મારે અને મોટી બહેને નાનીના ઘરે રહેવું પડ્યું. તેઓ ખેતીકામ કરતા હતા અમે બંને તેને મદદ કરતા હતા. અમે બંને બહેનો મહેનત કરીને મોટા થયા અને એક દિવસ નાનીએ પણ દુનિયાને અલવિદા કહ્યું. ત્યારે મેં ધોરણ 8 પાસ કર્યું હતું. નાનીનાં મૃત્યુ પછી અમારે સાવકી માતા અને પિતા સાથે રહેવું પડ્યું. તે સમયે અમને બે ટંકની રોટલી પણ મળતી નહોતી. કપડા પર મળતા નહોતા. આવી સ્થિતિમાં ધોરણ 12 પાસ કર્યા પછી હું ઈટાનગર આવી ગઈ.અહીં અભ્યાસ ચાલુ રાખવા અને પોતાનો ખર્ચ ચલાવવા માટે નોકરી ચાલુ રાખી.

એન્ટરપ્રાઈઝની શરુઆત પહેલાં તે સોશિયલ વર્કર તરીકે કામ કરતી હતી. યાદે પોતાના કામની સાથે દર મહીને બચત પણ કરતી હતી. એ સમયે તેણે ફૂડ પ્રોસેસિંગ, લેબલ મેકિંગ અને પ્રિઝર્વેટિવ્સ સાથે જોડાયેલી જાણકારી ભેગી કરી. તેણે મણીપુરની અમુક મહિલાઓને અથાણું બનાવતા શીખવાડ્યું. એ પછી અરુણાચલ પ્રદેશમાં તેની ટ્રેનિંગ લીધી. યાદેએ પોતાની બ્રાંડ અરુણાચલ પિકલ હાઉસની શરુઆત કરી. અહિયાં તે ગામની મહિલાઓને કમાણીની તક આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...