• Gujarati News
  • Lifestyle
  • Artist Tracy Emin Of London, A Victim Of Sexual Abuse At The Age Of 13, Made Her Own Portraits During Treatment Despite Cancer And Set An Example

કેન્સર સર્વાઈવરની સ્ટોરી:લંડનની આર્ટિસ્ટ ટ્રેસી એમિન 13 વર્ષની ઉંમરે યૌન શોષણનો શિકાર થઈ, કેન્સર હોવા છતાં સારવાર દરમિયાન પોતાનું કામ ચાલુ રાખ્યું

એક વર્ષ પહેલા
  • બ્રિટનની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં એમિનનું નામ સામેલ હતું
  • એમિન પેનલિસ્ટ અને સ્પીકર તરીકે પોતાની ખાસ ઓળખ ધરાવે છે

એમિન ડ્રોઈંગ, પેન્ટિંગ, સ્કલ્પચર, ફિલ્મ, ફોટોગ્રાફી, નિયોન ટેક્સ્ટ અને એપ્લિક સ્યૂનથી આર્ટવર્ક બનાવે છે. તે ઈસ્ટ લંડનમાં રહે છે. 13 વર્ષની ઉંમરમાં યૌન શોષણનો શિકાર થયા પછી તેણે પોતાની વાત અને દુઃખ પેન્ટિંગથી કહેવાનું શરુ કર્યું. થોડા સમય પછી તે કેન્સર પીડિતા બની ગઈ તેમ છતાં તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. 1993માં એમિને આર્ટિસ્ટ સારા લ્યુકસ સાથે મળીને એક સ્ટોર ખોલ્યો. તેણે સ્ટોરનું નામ બેથનલ ગ્રીન રાખ્યું. અહીં તે પોતાના આર્ટવર્ક વેચે છે. એમિનની સ્ટોરી સૌપ્રથમ 1997માં એક ટીવી ચેનલના માધ્યમથી ખબર પડી હતી.

લંડન રોયલ્સ એકેડમીમાં નિયુક્ત બે મહિલા પ્રોફેસરમાંની એક એમિન પણ છે. આ એકેડમીની શરુઆત 1768માં થઈ હતી. ફેબ્રુઆરી 2013માં BBC રેડિયો પર પ્રસારિત વુમન્સ અવરમાં બ્રિટનની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં એમિનનું નામ સામેલ હતું એમિન પેનલિસ્ટ અને સ્પીકર તરીકે પોતાની ખાસ ઓળખ ધરાવે છે. તેણે લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં લેકચર આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...