તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Arrange Furniture To Avoid Stress, Learn How To Get Out Of Useless Thoughts By Arranging Desk And Wardrobe

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશી આજુબાજુ જ છે:સ્ટ્રેસથી દૂર રહેવા ફર્નિચર વ્યવસ્થિત કરો, ડેસ્ક અને વોર્ડરોબ ગોઠવીને નકામા વિચારોમાંથી બહાર નીકળતા શીખો

રાધિકા જોહરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ દર પાંચમાંથી એક વ્યક્તિ ચિંતાગ્રસ્ત છે. ચિંતામાંથી ધ્યાન ભટકાવવા માટે અમુક પ્રવૃત્તિની મદદ લઇ શકો છો. આ પ્રવૃત્તિથી સાંભળીને ભલે તમને નવાઈ લાગશે પણ તેનાથી ચિંતા દૂર કરવામાં ચોક્કસ મદદ મળશે.

ફર્નિચર સાફ કરો: ફર્નિચર રીઅરેન્જ કરતી વખતે તમને તમારી તકલીફનું કોઈક સોલ્યુશન મળી શકે છે. વસ્તુઓને અલગ રીતે જોવાથી તમને નિરાકરણ લાવવામાં મદદ મળી શકે છે.

શાકભાજી સાફ કરવી: શાકભાજીમાંથી ખરાબ પાંદડા કાઢવા, નકામું શાક દૂર કરવું, શાક સમારવું આ બધી પ્રવૃત્તિથી તમે વ્યસ્ત રહેશો. તે ચિંતા અને સ્ટ્રેસ દૂર કરવામાં ઉપયોગી બ્રેક પણ છે.

વોર્ડરોબ ગોઠવો: જ્યારે તમે ઘરે હોવ અને જોઈ વાતની ચિંતા થતી હોય ત્યારે બીજા બધા કામ સાઈડમાં મૂકવા. મન શાંત કરવા અને વિચારો પર કંટ્રોલ કરવા વોર્ડરોબ નવેસરથી ગોઠવો.

ઈયરફોન સરખા કરો: ઈયરફોન એવી વસ્તુ છે જે તમે બધી જગ્યાએ લઇને જાઓ છો. તેવામાં ચિંતા વધે ઈયરફોન સરખા કરવાનું શરુ કરો. તમે આવું કરશો તો તમને પોતાને ખબર નહિ રહે કે તમે વિચારોમાંથી ક્યારે બહાર આવી જશો.

પોતાનો ડેસ્ક ગોઠવો: ગંદા ડેસ્કથી તમારી ચિંતા વધી શકે છે અને પ્રોડક્ટિવિટી ઓછી થઇ શકે છે. ચિંતાઓથી દૂર રહેવા માટે ડેસ્ક સાફ અને વ્યવસ્થિત રાખો. નકામી વસ્તુઓ ડેસ્ક પરથી દૂર કરી દો. તમારે જે વસ્તુઓ વિચારવાની જરૂર છે તેની પર ધ્યાન આપી શકશો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો