જો જો આવી ભૂલ ન કરતાં:કંપની પ્રત્યે વફાદારી દર્શાવી ઓવરટાઈમ કરતાં હો તો ચેતી જજો, વર્કપ્લેસ પર વાયુ પ્રદૂષણ અને ઘોંઘાટને કારણે તમારું મૃત્યુ થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, વર્કપ્લેસ પર વાયુ પ્રદૂષણ, ઘોંઘાટ અને ઓવર ટાઈમ જેવાં રિસ્ક ફેક્ટર કર્મચારીનો જીવ લેવા માટે જવાબદાર
  • ઓવરટાઈમને કારણે કર્મચારીઓમાં હૃદય રોગના 41% અને સ્ટ્રોકના 19% કેસ વધ્યા

જો તમે તમારી કંપની પ્રત્યે વફાદારી દર્શાવી ઓવરટાઈમ કરી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. તમારી આ વફાદારી તમારાં મૃત્યુનું કારણ બની શકે છે. વર્કપ્લેસ પર વાયુ પ્રદૂષણ, ઘોંઘાટ અને ઓવર ટાઈમ જેવાં રિસ્ક ફેક્ટર કર્મચારીનો જીવ લઈ રહ્યા છે. નોકરી દરમિયાન બીમારી અને ઈજા મૃત્યુનું કારણ બની રહી છે. વર્ષ 2016માં તેનાં કારણે દુનિયાભરમાં 20 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વર્કપ્લેસ પર અલગ અલગ સમસ્યાથી પીડિત કર્મચારીઓ પર WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અને ILO (ઈન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઈઝેશન)એ સંયુક્ત રિપોર્ટ જાહેર કર્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2000થી 2016 સુધી કામ કરનાર કર્મચારીઓને થતી બીમારી અને ઈજાનું મોનિટરિંગ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે, સૌથી વધુ કર્મચારીઓનું મૃત્યુ શ્વાસ અને હૃદય રોગને કારણે થયું.

ઓવરટાઈમે જીવ લીધો
રિપોર્ટ પ્રમાણે, 7.50 લાખ મૃત્યુનો સંબંધ ઓવરટાઈમ અર્થાત શિફ્ટ કરતાં વધારે કલાકો સુધી કામ કરવાનું છે. તો 4.50 લાખ મૃત્યુ વર્કપ્લેસ પર વાયુ પ્રદૂષણને કારણે થયાં.

સૌથી વધુ 81% સુધી મૃત્યુનું કારણ નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે. આ એવી બીમારી હોય છે જે એકથી અન્ય માણસોમાં સંક્રમણ દ્વારા ફેલાતી નથી. તેમાં શ્વાસ અને હૃદય રોગ સહિતની બીમારી સામેલ છે.

વર્કિગ અવર્સ વધવાથી સ્ટ્રોકના કેસમાં વધારો
નોકરીને કારણે થતી બીમારીઓ અને ઈજા કર્મચારીની સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેની સીધી અસર તેમની કમાણી પર પડે છે. વર્ષ 2000થી 2016 દરમિયાન કામના કલાક વધારવા પર કર્મચારીઓમાં હૃદય રોગના 41% અને સ્ટ્રોકના 19% કેસ વધેલા જોવા મળ્યા.

કર્મચારીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી 20 લાખ મૃત્યુ રોકી શકાય છે
WHOમાં એન્વાયર્મેન્ટ, ક્લાઈમેન્ટ ચેન્જ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. મારિયા નીરા જણાવે છે કે આ 20 લાખ મૃત્યુ પ્રી મેચ્યોર ડેથ છે અર્થાત અકાળે મૃત્યુ. કર્મચારીઓનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી શ્રમ વિભાગની છે રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયા અને વેસ્ટર્ન પેસિફિકમાં મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ 54 વર્ષના પુરુષો છે.