તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Arna Gupta, 6, Set A World Record By Identifying 93 Airlines In 1 Minute, Attributing The Success To Her Mother.

વન્ડર ગર્લ:6 વર્ષની આર્ના ગુપ્તાએ 1 મિનિટમાં 93 એરલાઈન્સ ઓળખીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તેને આ સફળતાનો શ્રેય પોતાની માતાને આપ્યો

2 મહિનો પહેલા
  • હરિયાણાના પંચકૂલાની 6 વર્ષની આર્ના ગુપ્તાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ
  • અગાઉ તેને 20 ઓગસ્ટ 2020માં વિશ્વની 120 મહાન હસ્તીઓને 92 સેંકડમાં ઓળખીને રેકોર્ડ બનાવ્યો હતો

હરિયાણાના પંચકૂલાની 6 વર્ષની આરના ગુપ્તાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું. તે એક મિનિટમાં 93 એરોપ્લેન ટેલ ઓળખી લે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અત્યાર સુધી એક મિનિટમાં 39 એરલાઈન્સને ઓળખવાનો રેકોર્ડ હતો. પરંતુ આરનાએ આ રેકોર્ડ તોડી નાખ્યો.

આર્નાનો આ રેકોર્ડ ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યો છે. તેને આ સર્ટિફિકેટ 1 જુલાઈએ મળ્યું. આર્નાની લર્નિંગ એબિલિટી અને શાર્પ મેમરીની પણ પ્રશંસા થઈ. તેની માતાએ એરોપ્લેન ટેલ ઓળખવાની અને તેના વિશે તેનું જ્ઞાન વધારવામાં મદદ કરી.આર્નાએ જણાવ્યું કે, હું હંમેશાં તે શીખવા માગતી હતી. મારી માતાએ મને પ્રોત્સાહન આપ્યું અને પ્રેક્ટિસ કરવામાં સાથ પણ આપ્યો. આર્ના​​​​​​​ની માતાનું નામ નેહા છે જેને પોતાની દીકરીને આ કળા તે સમયે શીખવાડી જ્યારે તે માત્ર બે વર્ષની હતી. નેહાના અનુસાર, આર્ના​​​​​​​ની મેમરી સારી છે. મને લાગે છે કે જો તેને ટેકો આપવામાં આવે તો તે ઘણું બધું કરી શકે છે.​​​​​​​

ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના અનુસાર, આર્ના ગુપ્તા પંચકૂલામાં 1 જુલાઈ 2021ના રોજ 1 મિનિટમાં 93 એરલાઈન્સ ઓળખીને વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો. આર્ના​​​​​​​એ પોતાની સિદ્ધિ બદલ માતાપિતા, શિક્ષકો અને સ્કૂલનો આભાર માન્યો. આ પહેલા આર્ના​​​​​​​એ 20 ઓગસ્ટ 2020માં વિશ્વની 120 મહાન હસ્તીઓને 92 સેંકડમાં ઓળખીને રેકોર્ડ બનાવ્યો હતો.