તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Army Doctors Saved The Lives Of Mother And Child By Performing A Rare Surgery In Duhang, Arunachal Pradesh, Users On Social Media Praised Them Expressing Their Gratitude

નવું જીવન આપ્યું:અરુણાચલ પ્રદેશમાં આર્મી ડૉક્ટર્સે દુર્લભ સર્જરી કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો, યુઝર્સે આભાર માની વખાણ કર્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુહંગ વિસ્તારમાં મિલિટરી હોસ્પિટલમાં માતા અને તેના બાળકને નવજીવન મળ્યું
  • સેનાએ માતાનો ફોટો તેના બાળક સાથે શેર કર્યો છે

અરુણાચલ પ્રદેશમાં ઈન્ડિયન આર્મીએ પ્રેગ્નન્ટ મહિલા અને તેના નવજાત બાળકનો જીવ બચાવી લીધો છે. દુહંગ વિસ્તારમાં મિલિટરી હોસ્પિટલમાં માતા અને તેના બાળકને નવું જીવન મળ્યું છે. ઇન્ડિયન આર્મીના મેમ્બર ગજરાજ કૌરે કહ્યું, આર્મી ડૉક્ટરની ટીમે કોમ્પ્લેક્ષ સર્જરી કરીને બંનેનો જીવ બચાવ્યો છે.

સેનાએ માતાનો ફોટો પણ તેના બાળક સાથે શેર કર્યો છે જેમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે. ઇન્ડિયન આર્મીએ સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને કહ્યું, અરુણાચલ પ્રદેશના દુહંગમાં મહામારીના કપરા સમયમાં બે મૂલ્યવાન જિંદગી બચાવી છે. યુઝર્સે ભારતીય સેનાનો આભાર માન્યો. તેઓ આ પોસ્ટ જોઈને વખાણ કરી રહ્યા છે.

આની પહેલાં પણ સેનાનાં ડૉક્ટર્સ ઘણા લોકોના જીવ બચાવી ચૂક્યા છે. તેઓ કોઈ પણ સંજોગે દર્દીઓને સ્વસ્થ કરવાનું કામ કરી રહ્યા છે. દિલ્હી ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં આર્મી હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર ચાલુ છે.