17 વર્ષની આરિયા ગુપ્તા મુંબઈમાં ધારાવીમાં રહેતા 15 બાળકોના ઓનલાઈન એજ્યુકેશન માટે ફંડ ભેગું કરી રહી છે. આરિયા ઈચ્છે છે કે, આ બાળકો સાથે ઓનલાઈન અભ્યાસ માટે ટેબ્લેટ હોય જેથી કોઈ તકલીફ વગર તેઓ સ્ટડી પર ધ્યાન આપી શકે. આરિયા શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરમાં સ્ટુડન્ટ મેન્ટર છે. તે ધારાવીમાં રહેતા બાળકો માટે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ ઈમ્પેક્ટગુરુની મદદથી દોઢ લાખ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. અત્યાર સુધીમાં તેણે 80% અમાઉન્ટ જમા કરી લીધું છે. આરિયા આદિત્ય બિરલા વર્લ્ડ એકેડમીમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલાં ધારાવીના બાળકોને રોબોટિક્સ ભણાવતી વખતે તેણે અનુભવ્યું કે, નિરક્ષરતા અને ગરીબી એક જ સિક્કાની બે સાઈડ છે.
આરિયાએ કહ્યું, એક વર્ષ પહેલાં આ બાળકો સાથે વાતચીત કરતી વખતે તેમનો સંઘર્ષ, જિંદગી અને આજુબાજુના વાતાવરણ વિશે જાણવાનો મોકો મળ્યો. અહીં રહેતા બાળકો માટે આજે પણ અભ્યાસ કરવો સહેલી વાત નથી. તેઓ કોઈ પણ સંજોગે ભણવા ઈચ્છે છે પણ સુવિધાઓની અછતને લીધે તેમના સપના અધૂરા રહી જાય છે. મહામારી દરમિયાન લોકડાઉનમાં આ બાળકોના માતા-પિતા સાથે કોઈ કામ નહોતું. આર્થિક તંગીને લીધે બાળકોનો ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા સ્માર્ટફોન ખરીદી શકે તેમ નહોતા.
લોકડાઉન દરમિયાન આરિયાની સ્કૂલે આ બાળકો માટે સેકન્ડ હેન્ડ ફોન અરેંજ કર્યા, પરંતુ આ સુવિધા દરેક બાળકોને આપવી મુશેકલ બની ત્યારે તેણે ક્રાઉડ ફંડિંગ પ્રોગ્રામ દ્વારા આ બાળકો માટે ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું. ફંડમાંથી તે ધોરણ 1થી 5 સુધીના બાળકોને ટેબલેટ આપવા ઈચ્છે છે જેથી તેમના અભ્યાસમાં બ્રેક ના વાગે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.