હેલ્ધી રિલેશનશિપ ટિપ્સ:શું તમે પણ તમારી ભૂતપૂર્વ રિલેશનશિપનો ઉલ્લેખ કરતા ડરો છો? આ રીતે પાસ્ટ રિલેશનશિપમાંથી બહાર આવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વાભિમાન ઓછું થઈ જવાના ડરને કારણે એક્સ રિલેશનશિપની વાતો કરવાથી મહિલા ડરે છે

રિલેશનશિપમાં બંને વ્યક્તિ એકબીજાની સારી અને ખરાબ વાતો અપનાવી તે પ્રમાણે પોતાને એડ્જસ્ટ કરવા લાગે છે. રિલેશનશિપ તૂટી ગયા બાદ તે જ વ્યક્તિ પોતાનામાં લાવેલા ફેરફારો અને કોમ્પ્રોમાઈઝ માટે પોતાના પર ગુસ્સો કરવા લાગે છે અથવા એક્સની વાતો કરતાં બચે છે. આ જ કારણે કેટલાક લોકોની રિલેશનશિપ તૂટી ગયા બાદ પણ વર્ષો વીતી ગયા હોવા છતાં તેઓ બહાર નથી આવી શકતા. તેનું કારણ શું છે આવો જાણીએ. કઈ રીતે તમે એક્સ પાર્ટનરની યાદોને 'બાય બાય' કહી શકો છો.

એક્સની વાતથી અચકાય છે મહિલાઓ
સાઈકોલોજિસ્ટ ડૉ. યોગિતા કાદિયાન જણાવે છે કે, આપણાં મગજમાં 'ડોપામાઈન' નામનું કેમિકલ રિલીઝ થાય છે ત્યારે આપણે ખુશીની લાગણી અનુભવીએ છીએ. રિલેશનશિપમાં આવવાથી આ કેમિકલ રિલીઝ થવાની સંખ્યા વધવા લાગે છે. તેથી વ્યક્તિ ખુબ ખુશ રહે છે. રિલેશનશિપમાં પાર્ટનરની દરેક વાતો સારી લાગે છે અને દરેક પળ સોનેરી લાગે છે. જ્યારે રિલેશનશિપ પર પૂર્ણવિરામ લાગે છે ત્યારે આ કેમિકલ રિલીઝ થતું નથી. હવે સંબંધ નથી રહ્યો તે વાત સ્વીકારતા લોકો ડરે છે. ગોલ્ડન મેમરીને ખરાબ રીતે યાદ ન કરવામાં આવે તેથી હાલના પાર્ટનરને એક્સ પાર્ટનર વિશે કહેતા ખચકાટ અનુભવાય છે.

ભૂતકાળથી ભય શા માટે?
1. ભૂલ સ્વીકારવામાં ખચકાટ

કોઈ પણ રિલેશનશિપ તૂટે ત્યારે કોઈ એક વ્યક્તિની ભૂલ તેનું કારણ નથી હોતું. આપણી ભૂલો આપણે સ્વીકારતા ડરીએ છીએ અને પોતાની જાતમાં ફેરફાર ન લાવવાની જિદમાં વ્યક્તિ ભૂતકાળની ભૂલો સ્વીકાર કરવા માગતી નથી તેથી તેની વાત કરવામાં પણ ડરે છે.

2. રિજેક્શનથી ડર લાગે છે
અગાઉની મલ્ટિપલ રિલેશનશિપ ફેલ જવાથી લોકો ભૂતકાળને યાદ કરતા ડરે છે. પૂર્વ પ્રેમીની વાત કરવા પર તેમના મનમાં ડર રહે છે કે ક્યાંક તેમને આંકવામાં ન આવે. કેટલાક લોકો એટલા ડરી ગયા હોય છે કે તે પાર્ટનરનાં રિજેક્શનના ડરથી પહેલાં જ તેમને રિજેક્ટ કરી લે છે.

3. ડાર્ક મેમરીથી બીક લાગે છે
રિલેશનશિપ તૂટવાનું ભલે જે-તે કારણ હોય પરંતુ ડાર્ક મેમરીથી લોકોને બીક લાગે છે. તેઓ આ બધી વાતોથી મૂવ ઓન થવા માગતા હોય છે. ડાર્ક મેમરીમાંથી છુટકારો મેળવવાથી મન ખોલીને કોઈને તમારા દિલની વાત શેર કરવી જરૂરી છે.

4. દુ:ખથી દૂર રહેવા માગે છે
આપણું અર્ધજાગૃત મન હંમેશાં પીડારહિત રહેવા માગે છે. મગજ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકસરખાં જ હોય છે. કોઈ પણ ભોગે મગજ શરીરને દુ:ખ આપવા માગતુ નથી તેથી ભૂતકાળની વાતો ટાળે છે.

5. સ્વાભિમાન ઓછું થઈ જાય છે
ભૂતકાળના ખરાબ એક્સપિરિઅન્સને કારણે મહિલાઓનું સ્વાભિમાન ઓછું થઈ જાય છે. તેઓ જ્યારે ભૂતકાળ યાદ કરે છે ત્યારે પોતાની જાતને રિલેશનશિપ ફેલ્યોર માટે જવાબદાર ગણવા લાગે છે અને તેમનું સ્વાભિમાન ઓછું થઈ જાય છે.

એક્સ ફેક્ટરથી બચવા માટે આટલું કરો
એક્સ રિલેશનશિપ અથવા એક્સ પાર્ટનરને હેલ્ધી 'ગુડ બાય' કહેવા માગો છો તો ડૉક્ટર દ્વારા સજેસ્ટ કરવામાં આવેલી આ ટિપ્સ અપનાવો:

  • હેલ્ધી બાઉન્ડ્રી બનાવો: તમારું ફ્રેન્ડ સર્કલ એક જ હોય તો એક્સને જોઈ ગભરાશો નહિ. તેનાથી ભાગવાને બદલે મેચ્યોરલી વાત કરો, પરંતુ બ્રેક અપ બાદ ફ્રેન્ડશિપ આગળ ન વધારો.
  • બ્રેકઅપનો પાઠ સમજો: તમારું પાસ્ટ રિલેશનશિપ તમારા માટે એક બોધપાઠ સમાન છે. તેમાં તમારી ભૂલો સ્વીકાર કરો અને ફરી આવી ભૂલો ન થાય તેનું ધ્યાન રાખો.
  • પ્રાયોરિટી નક્કી કરો: રિલેશનશિપને તમારે કેટલું મહત્વ આપવું છે તે પહેલાંથી નક્કી કરો. તે પણ સમજો કે રિલેશનશિપ માટે તમે કેટલું કોમ્પ્રોમાઈઝ કરી શકો છો.
  • એક ઝાટકે બીજાં રિલેશનશિપમાં જમ્પ ન કરો: બ્રેકઅપ બાદ તરત જ બીજાં રિલેશનશિપમાં જમ્પ ન કરવો જોઈએ. એકથી બીજા રિલેશનશિપમાં મિનિમમ 6 મહિનાનો ગેપ રાખવો જોઈએ. આ સમયગાળો પોતાની જાતને આપો અને તમે આગળ શું કરવા માગો છો તે વિચારો.
અન્ય સમાચારો પણ છે...